Homeગુર્જર નગરીઆ તો ભાઈ રાજકોટનો કાર્યકર્તા જ કરી શકે: વિજય રૂપાણી

આ તો ભાઈ રાજકોટનો કાર્યકર્તા જ કરી શકે: વિજય રૂપાણી

Team Chabuk-Political Desk: ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હતો. વિજય રૂપાણી મુખ્યપ્રધાન પદ પર હવે નથી રહ્યા જેથી હવે તેમને હોમટાઉન રાજકોટમાં જ નાવ ચલાવવાની હતી. આ સમયે પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતની વિવિધ જગ્યાઓ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ વેક્સિનેશન અને ગરીબોની બેલી સરકાર આ વખતની બર્થડે થીમ હતી. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ રાજકોટની વીસેક જેટલી જગ્યાઓમાં ભાગ લીધો હતો.

વિજયભાઈ રૂપાણીએ પ્રમુખ સ્વામી ઓડિટોરિયલ હોલ ખાતે તેમના મત વિસ્તારના કાર્યકર્તાઓની સાથે બેઠક કરી હતી. અહીં વાત વાતમાં તેમણે સાથી અને પૂર્વ ઉપમુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલને ટાંચણી મારી દીધી હોય એવું લાગતું હતું. વિજયભાઈ રૂપાણીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, મેં તો ઘડીના છઠ્ઠાભાગમાં રાજીનામું આપી દીધું અને આ માત્ર રાજકોટનો કાર્યકર્તા જ કરી શકે. બાકી આ છોડવું અઘરું છે ભાઈ, ખાલી સરપંચને પદ પરથી હટાવીને જુઓ.

વિજયભાઈ હવે તો મુખ્યપ્રધાન નથી પણ તેમણે પ્રધાનમંત્રીની જેમ સીએમનું ફુલફોર્મ જણાવી હજુ પણ પોતે કેવી રીતે મુખ્યમંત્રી છે તે અંગે જનતાને અવગત કર્યા હતા. તેમણે સીએમ એટલે કોમન મેન, તમારામાંનો જ એક કાર્યકર્તા કહી ખૂદને જમીની સ્તરના નેતામાં ખપાવ્યા હતા. એમણે કહ્યું કે હું સીએમ હતો અને રહેવાનો છું. સીએમ એટલે કોમનમેન.

આ સમયે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જ જોડાયેલા છે તેવું વધુ એક નિવેદન આપ્યું હતું. તેમણે સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, કાર્યકર્તા તરીકે પાર્ટી જે કામ સોંપે તે કરવાનું હોય છે. કદ અને પદનું મહત્વ નથી હોતું. નવી સરકાર આપણી જ સરકાર છે. રાજકોટના વિકાસ કામો અટકશે નહીં.

ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન રાજકોટના હોવાના કારણે એવી અટકળો વહેતી થઈ હતી કે હવે રાજકોટના વિકાસના કામોનું શું થશે? એ વાત પર પૂર્ણવિરામ પણ મુખ્યપ્રધાને મૂકી દીધું છે. નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ઘાટલોડિયાના છે, ત્યારે રાજકોટના સીએમ હતા તો એમણે વિકાસના કાર્યોમાં ખૂબ ધ્યાન રાખેલું એવી ચર્ચાઓએ વિજયભાઈના રાજીનામા સમયે જોર પકડ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments