Homeગુર્જર નગરીતપવા રહેજો તૈયાર: શુક્રવારથી ચાર દિવસ સુધી ગુજરાતમાં હિટવેવની આગાહી

તપવા રહેજો તૈયાર: શુક્રવારથી ચાર દિવસ સુધી ગુજરાતમાં હિટવેવની આગાહી

Team Chabuk-Gujarat Desk: એપ્રિલ કે જૂન મહિનામાં પરેસેવ રેબઝેબ કરી નાખનારી ગરમી માર્ચ મહિનામાં જ પડવા લાગી હતી અને ત્યારથી જ આ વર્ષનો ઉનાળો આકરો બનવાનો છે તેવી શંકાઓ સેવાવા લાગી હતી. ગઈકાલે બુધવારના રોજ દક્ષિણ પશ્ચિમમાંથી પશ્ચિમના સુકા પવનો ફૂંકાવાના કારણે અમદાવાદ સહિતના ચાર શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રી વટાવી ગયો હતો અને શહેરીજનોને પરેશાન કર્યાં હતા. જોકે આ તો માત્ર ટીઝર હતું. ટ્રેલર કંઈક એવું છે કે શુક્રવારથી ચાર દિવસ સુધી ગુજરાતમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. એવામાં બુધવારે પડેલી 41 ડિગ્રી ગરમી ત્યારે 43 ડિગ્રીમાં તબ્દિલ થઈ જશે.

DHOSA

હીટવેવની સૌથી વધુ અસર મહાનગર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય તેવી શક્યતા છે. બુધવારે કયા શહેરો અત્યંત ગરમ હતા તે નીચેના કોષ્ટક પરથી આપ જાણી શકશો.

ડિગ્રી શહેર
41.8ભૂજ
41.5અમરેલી
41.3સુરેન્દ્રનગર
DHOSA

બીજી બાજુ અમદાવાદનું મહત્તમ તાપમાન 3.7 ડિગ્રીથી વધીને 41 ડિગ્રી તેમજ લઘુતમ તાપમાન 1.3 ડિગ્રીથી વધીને 22.7 ડિગ્રી નોંધાતા શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા હતા. શહેરમાં હેટ્રીક 41.3 ડિગ્રી તાપમાન રહ્યા બાદ બુધવારે સામાન્ય ઘટાડો થતાં અગનભઠ્ઠીમાંથી નજીવી રાહત મળી હતી. ભારે તડકાના કારણે શહેરીજનો ઘરની બહાર નીકળવાનું પસંદ નથી કરતા. બપોરે રસ્તાઓ સૂમસામ થઈ જાય છે. તેમ છતાં હિટવેવની આગાહી હોય જરૂરી કામ હોય તો જ બહાર નીકળવું અને સુતરાઉ વસ્ત્રો પહેરવા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments