Team Chabuk-Gujarat Desk: 22 માર્ચ ગુરુવારના રોજ સુરતના ઉધના રેલ્વે યાર્ડ પાસે ટ્રેક સાત અને આઠની વચ્ચે એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પહોંચ્યો હતો અને મહિલાની લાશની ઓળખ કરવા તપાસ હાથ ધરી હતી. મૃતક મહિલા ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ આદર્યો હતો. અંતે મહિલાની હત્યા કરનારા આરોપીની બિહારથી ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અને મૃતક મહિલાને અનૈતિક સંબંધ હતા અને બંને મામી-ભાણેજ હતા.
આરોપીને પકડવા માટે પોલીસે સુરત, નવસારી, વલસાડ અને વાપી સહિતના અલગ અલગ સ્થળોના સીસીટીવી તપાસી પરસેવો પાડ્યો હતો. એવામાં ઉધના રેલ્વે સ્ટેશન પાસે અજાણ્યા ઈસમની સાથે મહિલા દેખાઈ હતી. જેમાં તેની સાથે બાળકી પણ હતી. પોલીસે હત્યાનું પગેરું શોધવા આ દિશામાં તપાસ હાથ ધરી હતી. એવામાં બાળકી મહિધરપુરા પોલીસ મથકની હદમાં બિન વારસી હાલતમાં મળી આવી હતી. આરોપી બાળકીને એકલી મૂકી ફરાર થઇ ગયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

પોલીસને બાતમી મળી હતી કે આરોપી હત્યા કરી બિહાર ભાગી ગયો છે. પોલીસની એક ટૂકડી બિહાર પહોંચી હતી અને અહીંથી આરોપી લાલકુમાર અજયકુમાર બિંદને પકડી પાડ્યો હતો. સુરતમાં પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક મહિલા તેની મામી હતી. બંને વચ્ચે અનૈતિક સંબંધ હતા. આબરુ જવાની બીકે તેણે મહિલાની હત્યા કરી હતી અને બાળકીને સુરત રેલ્વે સ્ટેશન પાસે રેઢી મૂકી બિહાર ફરાર થઈ ગયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
