Team Chabuk-Gujarat Desk: કચ્છ એટલે આપણા મનમાં સુકો પ્રદેશ. પરંતુ કચ્છના ખેડૂતો ઈઝરાયલની જેમ ખેતી કરી અધધ કમાણી કરી રહ્યા છે. કચ્છના ભુજ તાલુકાના નારણપર ગામના પ્રગતિશીલ ખેડૂત વિનોદભાઇ વેકરીયા વૈજ્ઞાનિક પદ્ધતિથી પોતાના ૧૮ એકર ફાર્મમાં બાગાયત પાકોનું વાવેતર કરી 90 લાખ રૂપીયાની કમાણી કરી રહ્યા છે. વિનોદભાઈની આ સિદ્ધિ બદલ તેમને રાજયસ્તરે ૨૦૧૯-૨૦નો બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.

કેવી રીતે મળે ધાર્યો નફો?
વિનોદભાઇ વેકરીયા જણાવે છે કે, પાણી બચાવીને ડ્રીપ ઈરીગેશનથી ખેતીનું મહત્વ સમજી જો ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતો સિસ્ટમબધ્ધ ખેતી કરે તો ધાર્યો નફો મેળવી શકે છે. ડ્રીપ પધ્ધતિ, સિસ્ટમેટીક ખેતી કરવાથી પાણીની બચત સાથે બમણું ઉત્પાદન થાય છે. ઓછું નિંદામણ અને ખર્ચ પણ ઘટે તેમજ ઉચ્ચ ગુણવત્તા અને વધુ પાક મેળવી શકાય છે.

દાડમમાં લાખોની કમાણી
વર્ષ ૨૦૧૯માં ૫૦૦૦ જેટલા દાડમના ઝાડનુ વાવેતર કર્યુ હતુ. આ વાવતેરમાં ઝાડદીઠ ૮૦ કિલો દેશી ખાતર, લીંબોળી ખોળનું નિરણ, લોખંડના એંગલ, તારથી ઝાડને ટેકો આપી દાડમી ઉંચી કરી આયોજનબધ્ધ યોગ્ય માવજત કરી હતી. તેના દ્વારા ૩૫૦૦ ગોટીકલમ અને ૧૫૦૦ ભગવા સિંદુરી ટીશ્યુકલ્ચર દાડમ ઉછર્યા હતા. જેમાં ૬૦૦થી ૯૦૦ ગ્રામના પ્રતિફળના ઉતારાની ગુણવત્તાના પગલે તેમણે દાડમના નીચા બજાર ભાવમાં પણ યોગ્ય ભાવ મેળવી વિનોદભાઈએ રૂ.૯૦ લાખનો ચોખ્ખો નફો મેળવ્યો હતો.

90 લાખનો ચોખ્ખો નફો
વર્ષ ૨૦૧૯માં પાંચ હજાર દાડમના ઝાડમાંથી ૨૨૫ ટન દાડમ ઉત્પાદનમાંથી બજાર ભાવની રૂ.૩૫ હતો. ત્યારે માલની ગુણવત્તા અને પ્રમાણના આધાર રૂ.૬૫ ના કિલો મેળવેલા હતા. રૂ.૧.૨૫ કરોડની આવક થયેલી જેમાંથી ૩૫ લાખનો ખર્ચ કરતાં રૂ.૯૦ લાખનો ચોખ્ખો નફો થયો હતો. વિનોદભાઇએ પોતાના ફાર્મ પર અંદાજે ૭૦૦ જેટલા ખેડૂતોની શિબિર કરી દાડમના વાવેતરથી લઇ વેપાર સુધીની ઝીણામાં ઝીણી વિગતોથી સૌને વાકેફ કર્યા હતા.

બેસ્ટ ફાર્મરનો એવોર્ડ
૧૮ એકરના ફાર્મમાં ૧૫ એકરમાં દાડમનું, બે એકરમાં ડ્રેગનફ્રૂટ અને બે એકરમાં આંબાનું વાવેતર કર્યુ છે. વર્ષ ૨૦૧૯માં દાડમનું ઉત્તમ વાવેતર માટે રાજય સરકારનો બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ મળ્યો છે. કચ્છ જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના હાથે વિનોદભાઇ વેકરીયાને રૂ.૫૦ હજારની ઈનામી રકમ, પ્રમાણપત્ર ને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
કેવી રીતે ગુણવત્તા જાળવવી ?
દાડમ ફળની સારી ગુણવત્તા માટે સનબર્નથી બચાવવા ઝાડને ઢાંકવું, ડ્રીપ ઈરીગેશન કરવું, સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો, રોગ જીવાત સમયે યોગ્ય દવાનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવા તેમણે જણાવ્યું હતું. કૃષિક્ષેત્રે પોતાની આગવી કોઠાસુઝ અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેતીના ઉત્તમ પરિણામ મેળવી અન્ય ખેડૂતોને પ્રેરણા આપવા માટે તેમને બેસ્ટ આત્મા ફાર્મર્સનો એવોર્ડ મળ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત