Team Chabuk-Gujarat Desk: મોરબીના હળવદમાં એક મહિલાએ સાસરિયાના ત્રાસથી જીવન ટૂંકાવી લીધું. આ અંગે મહિલાના પરિવારે સાસરિયા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતક મહિલાના પિતાની ફરિયાદના આધારે મૃતકના પતિ અને સસરાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે આરોપી સાસુને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગત 7 ફેબ્રુઆરીએ સરોજબેન નિકુલભાઇ નામની પરિણીતાએ પોતાના ઘરે પંખા સાથે ચૂંદડી બાંધીને ગળાફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધુ હતું.
મૃતક સરોજબેનના પિતાએ આરોપ લગાવ્યો છે કે, તેમના જમાઈ નિકુલ હીરજી, દીકરીના સાસુ વસંતા હીરજી અને સસરા હીરજી અમરશીએ તેમની દીકરીને મરવા મજબૂર કરી છે. આરોપ છે કે, સરોજબેન સાથે તેમનો પતિ અને સાસરિયા અવારનવાર ઝઘડા કરતાં હતા. ગાળો આપતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા.

એક તરફ મહિલાઓ દેશમાં વિવિધ ક્ષેત્રે સર્વોચ્ય સ્થાને પ્રગતિના શિખરો સર કરી રહી છે. ત્યારે બીજી તરફ આજે પણ દહેજ, પારિવારિક ત્રાસ કે વિવિધ કારણો સર ત્રસ્ત મહિલાઓને આપઘાત કરવા મજબૂર પડે તેવી સ્થિતિ હજુ પણ સર્જાઈ રહી છે. આ કિસ્સામાં મૃતકને બાળક પણ છે જેણે માતાની છત્રછાયા ગુમાવી છે. તો બીજી તરફ દીકરીના મૃત્યુથી પરિવાર પણ શોકમાં ગરકાવ છે. મૃતક મહિલાના પરિવારની માગણી છે કે, આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
