Homeગુર્જર નગરીવલસાડઃ વાપીમાં 2500 રૂપિયા માટે મિત્રએ જ કરી મિત્રની હત્યા

વલસાડઃ વાપીમાં 2500 રૂપિયા માટે મિત્રએ જ કરી મિત્રની હત્યા

Team Chabuk-Gujarat Desk: વલસાડના વાપીમાં મિત્રના હાથ જ મિત્રના લોહીથી રંગાયા છે. અહીં એક સાથે એક જ રૂમમાં રહેતા ૨ મિત્રો વચ્ચે ઝગડો થયો, ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને એક મિત્રએ પથ્થરના ઘા ઝીંકી બીજાનું કાસળ કાઢી નાખ્યું.

નીરજ નામના શખ્સ પર મિત્ર રિન્કુની હત્યાનો આરોપ લાગ્યો છે. વાપીના ભડકમોરા વિસ્તારમાંથી પોલીસ પસાર થઈ રહી હતી. એ દરમિયાન પોલીસે ૨ શખ્સને લડતા જોયા હતા. પોલીસ નજીક પહોંચી તો ત્યાં જોયું કે એક વ્યક્તિ માથામાંથી લોહી નીકળતું હતું અને બીજો ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસે આ દરમિયાન જ તેને ઝડપી લીધો હતો અને ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે. રિન્કુ અને નીરજ બન્ને વચ્ચે ગાઢ મિત્રતા હતી. બન્ને એક સાથે એક જ રૂમમાં રહેતા હતા. બનાવના દિવસે બન્ને વચ્ચે પૈસાની લેવડ દેવડ મુદ્દે બોલાચાલી થઈ હતી. નીરજે રિન્કુ પાસેથી ૨૫૦૦ રૂપિયા લેવાના હતા. એ જ વાતને લઈને બન્ને વચ્ચે તકરાર થઇ હતી.

વાપી પોલીસે નીરજ પર હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આમ માત્ર 2500 રૂપિયાની લેવડ દેવડ મુદ્દે એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી નાખી. હવે તેને લાંબા સમય સુધી જેલની હવા ખાવાનો વારો આવશે. તો નજીવી બાબતે થયેલી તકરારમાં હત્યા બદલ નીરજને પસ્તાવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments