Team Chabuk-Gujarat Desk: રાજકોટ જિલ્લામાં એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. જસદણના વીંછીયામાં તાંત્રિક વિધિમાં પતિ પત્નીએ બલી આપી છે. દંપતીએ તાંત્રિક વિધિ કરીને જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટના અંગે મૃતકના પિતાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ દિવસથી દંપત્તિ તાંત્રિક વિધિ કરતુ હતું. તાંત્રિક વિધિ કરીને બંનેએ પોતાના મસ્તક હવન કુંડમાં હોમી દીધા હતા. તાંત્રિક વિધિની આગલી રાતે દંપત્તિ બાળકોને મામાના ઘરે મૂકી આવ્યું હતું. પતિ પત્નીની બન્નેની બે સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે જે સ્યુસાઈડ નોટ સાથે 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ હતો. બંન્ને નામ હેમુ મકવાણા અને હંસાબેન મકવાણાએ છે જેમણે અંધશ્રદ્ધામાં કહેવાતા શબ્દ કમળ પૂજા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
વીંછીયામાં પોતાના ખેતરમાં તાંત્રિક વિધિમાં પતિ પત્ની બન્નેએ મસ્તક હવન કુંડમાં હોમી દેવાની ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. પતિ પત્નીની બન્નેની બે સુસાઈડ નોટ પણ ટીંગાળેલી હતી સાથે 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ હતો. સૌથી મોટો સાવલ તાંત્રિક વિધિ કરવાની સલાહ આપનાર કોણ છે તે સવાલ ઉભો થઇ રહ્યો છે. કમળ પૂજા કરી જીવન ટૂંકાવ્યું હોવાની વાતને લઈને ચકચાર મચી જવા પામી છે. રાત્રીના સમયે તાંત્રિક પૂજા વિધિ કરીને હવન કુંડમાં પતિ પત્નીએ મસ્તક હોમી દીધા.
સ્યુસાઈડ નોટ સાથે 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર
રાજકોટના વિંછિયાથી આંધળી અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. ખેતરમાં તાંત્રિક વિધિ કરીને પતિ-પત્નીએ બન્નેએ પોતાના મસ્તક હવનકુંડમાં હોમીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પતિ પત્નીની બન્નેની બે સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે જે સ્યુસાઈડ નોટ સાથે 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ હતો. બંન્ને નામ હેમુ મકવાણા અને હંસાબેન મકવાણાએ છે જેમણે અંધશ્રદ્ધામાં કહેવાતા શબ્દ કમળ પૂજા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
રાત્રીના સમયે તાંત્રિક પૂજા વિધિ કરી
પાપ્ત વિગતો મુજબ પતિ-પત્ની બંનેએ આ ઘટનાના આગળના દિવસે દીકરા દીકરીને તેના મામાના ઘેર મુકી આવ્યા હતા. ત્યાર બાદ રાત્રીના સમયે તાંત્રિક પૂજા વિધિ કરી હતી. એવી પણ માહિતી છે કે, પતિ-પત્ની છેલ્લા 3 દિવસથી તાંત્રિક વિધિ કરતા હતા. જે સમગ્ર ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પોલીસ ટીમ અને મામલતદાર સહિતની ટીમ પહોંચી છે. સમગ્ર મામલે વિંછિયા પોલીસ તપાસ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત