Homeગુર્જર નગરીનકલી IBના અધિકારી બની રોફ જમાવતો, કારખાનેદાર સાથે 1.22 કરોડની છેતરપિંડી આચરી

નકલી IBના અધિકારી બની રોફ જમાવતો, કારખાનેદાર સાથે 1.22 કરોડની છેતરપિંડી આચરી

Team Chabuk-Gujarat Desk: રાજકોટ કોર્ટે હિતેશ પ્રવીણચંદ્ર ઠાકરના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીએ નકલી IBના અધિકારીની ઓળખ આપીને રાજકોટના કારખાનેદાર સાથે છેતરપિંડી આચરી હતી. રાજકોટના સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ રોડ પર આવેલી ઈન્દ્રલોક રેસીડેન્સીમાં રહેતા અને કોપર વાયરનું કારખાનું ધરાવતા અલ્પેશ બાવનજીભાઈ નારીયાએ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી શાંતિકુજ સોસાયટીમાં રહેતા અને પોતાને બોટાદમાં ડે.કલેક્ટર અને IBમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ઓળખ આપનાર હિતેશ ઠાકર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

કરોડો રુપિયાની છેતરપિંડી

ફરિયાદમાં અલ્પેશ નારીયાએ જણાવ્યું છે કે, બે વર્ષ પહેલા તેમના ભાઈ વિજય નારીયાની ઓળખાણ વડોદરાના હિતેશ સાથે થઈ હતી. હિતેશ પોતે બોટાદમાં ડે.કલેક્ટર અને IBમાં ડેપ્યુટી ડાયરેક્ટર હોવાની ઓળખાણ આપી હતી. જે બાદ તેણે વિજયભાઈને કારખાના માટે સસ્તામાં સરકારી જમીન અપાવવાની અને ડિફેન્સમાં કોપર વાયરનો કોન્ટ્રાક્ટ અપાવાની લાલચ આપી હતી. જેના બદલામાં તેણે અલ્પેશભાઈ અને તેમના ભાઈ વિજયભાઈ પાસેથી 1.22 કરોડ રૂપિયા લીધા હતા.

લાંબો સમય થવા છતા હિતેશ ઠાકરે જમીન પણ અપાવી ન હતી તેમજ ડિફેન્સ વિભાગમાં કોપર વાયરનો ઓર્ડર પણ અપાવ્યો ન હતો. જ્યારે નકલી IAS પાસે અલ્પેશભાઈએ પૈસા પરત માંગતા તેણે ખોટા કેસમાં ફસાવી દેવાની અને ઇન્કમટેક્સની રેડ પડાવવાની ધમકી આપી હતી.

જે બાદ છેતરપિંડીનો ભોગ બનેલા બંને ભાઈએ આ અંગે રાજકોટ કમિશરનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારે હવે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોપાઈ છે. ફરિયાદ બાદ ગઠીયાને પોલીસે ઝડપી લીધો છે. તેની પૂછપરછમાં હજુ પણ મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments