Homeગુર્જર નગરી'છેલ્લી વાર મળવું હોય તો આવ', પતિ પહોંચ્યો પણ પત્નીએ ગટગટાવી લીધી...

‘છેલ્લી વાર મળવું હોય તો આવ’, પતિ પહોંચ્યો પણ પત્નીએ ગટગટાવી લીધી ઝેરી દવા

Team Chabuk-Gujarat Desk: સુરતનાં કામરેજનાં વેલેંજા ગામે રહેતી પરણીતાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. મૃતક પરણિતાને સંતાનમાં એક બાળક હોવાનું પણ સામે આવ્યું છે .આ બાબતે કામરેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરત જીલ્લાનાં કામરેજનાં વેલેંજા ખાતે રહેતા અને હિરાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકની પત્નિએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજું વ્યાપી ગયું હતું.

આપઘાત કરતા પહેલા મહિલા ક્રિષ્નાબેને તેમનાં પતિને ફોન કરીને કહ્યું હતું કે છેલ્લીવાર મળવું હોય તો આવ તેમ જણાવ્યું હતું. પત્નિનાં આવા શબ્દો સાંભળી પતિ તાત્કાલીક ઘરે પહોંચે તે પહેલા ક્રિષ્નાબેને અનાજમાં નાંખવાની દવા પી લીધી હતી. ત્યારે તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ક્રિષ્નાબેનનું મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

doctor plus
whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments