Homeગુર્જર નગરીસુરતમાં 17 વર્ષની કિશોરી 14 વર્ષના તરુણને લઈ ભાગી ગઈ, બંનેએ શારીરિક...

સુરતમાં 17 વર્ષની કિશોરી 14 વર્ષના તરુણને લઈ ભાગી ગઈ, બંનેએ શારીરિક સંબંધો પણ બાંધ્યા

Team Chabuk-Gujarat Desk: સુરત છેડતી, દુષ્કર્મ અને પ્રેમ પ્રકરણને લઈ હંમેશાંથી ચર્ચામાં આવતું રહ્યું છે. ભાગ્યે જ કોઈ એવી સવાર ઊગે છે જ્યારે સુરતમાં આ પ્રકારનો કોઈ કેસ ન નોંધાયો હોય. સુરતમાં એક 17 વર્ષની કિશોરી 14 વર્ષના કિશોરને લઈ રફુચક્કર થઈ ગઈ હતી. આ અંગેની ફરિયાદ કિશોરીના પિતાએ વરાછા પોલીસ સ્ટેશનમાં કરી હતી. બાદમાં કિશોરી ઘરે પરત આવી ગઈ હતી અને તેણે કિશોર સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો પણ એકરાર કર્યો હતો.

17 વર્ષીય તરુણી આજથી બરાબર વીસ દિવસ પહેલા ગાયબ થઈ ગઈ હતી. પિતાએ પુત્રીને શોધવા માટે વરાછા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. જોકે તરુણી તારીખ 5 માર્ચના રોજ ઘરે પરત આવી ગઈ હતી. પુત્રી હેમખેમ ઘરે આવી ગયા બાદ પરિવારજનોને હાશકારો થયો હતો. પરિવારજનો સિવાય પેલીસે પણ કિશોરીનું નિવેદન લીધું હતું. તરુણીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે તે 14 વર્ષના કિશોરની સાથે ભાગી ગઈ હતી. જે ફૂટપાથ પર રહેતો હતો.

તરુણીએ પોલીસ સમક્ષ જે વાત કહી તેનાથી સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર આ તરુણીની સાથે કિશોરે શારીરિક સંબંધો પણ બાધ્યા હતા. પોલીસે 14 વર્ષીય કિશોરની અટકાયત કરી છે. પ્રથમ તો તરુણીનું અપહરણ થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ હવે જ્યારે ઘટના પરથી પડદો હટી ગયો છે ત્યારે દુષ્કર્મ અને પોક્સ એક્ટની કલમ લગાવી, આરોપી કિશોરની અટકાયત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઢગાના અડપલાં

સુરતમાં એક ઢગાએ ચોકલેટની લાલચ આપી ચાર વર્ષની બાળકીના વસ્ત્રો ઉતારી અડપલાં કર્યાંની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બુધવારની બપોરે ગાયબ થઈ ગયેલી બાળકીએ પોતાની માતાને વાસ્તવિકતા કહી હતી. બાળકીએ કહ્યું હતું કે પાડોશી અંકલ ચોકલેટ આપવાના બહાને ઘરમાં લઈ ગયા હતા અને ત્યાં વસ્ત્રો ઉતારી તેની સાથે ગંદુ કામ કર્યું હતું. અંતે આસપાસના લોકોએ ભેગા થઈ પાડોશી પ્રસન્ન કાશીનાથને રૂમમાંથી બહાર ખેંચી કાઢી ફટકાર્યો હતો અને બાદમાં પોલીસના હવાલે કરી દીધો હતો.

(તસવીર પ્રતીકાત્મક છે)

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments