Homeતાપણુંઆમ આદમી પાર્ટી રાષ્ટ્રીય તાકાત, કેજરીવાલ બનશે વડાપ્રધાન, દેશની સૌથી મોટી વિપક્ષી...

આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય તાકાત, કેજરીવાલ બનશે વડાપ્રધાન, દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી બનશેઃ રાઘવ ચઢ્ઢા

Team Chabuk-Political Desk: પાંચ રાજ્યના વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. પંજાબમાં સૌથી મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. પંજાબમાં કોંગ્રેસને પછાડી આમ આદમી પાર્ટી પ્રથમ વખત સત્તા તરફ જઈ રહી છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે. પંજાબમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો જાદુ એવો ચાલ્યો કે કોંગ્રેસના મોટા મોટા દિગ્ગજોને ઘર ભેગા કરી દીધી છે. ત્યારે પરિણામની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ મહત્વનું નિવેદન આપ્યું છે.

હાલ મતગણતરી ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી અન્ય પાર્ટીઓથી ઘણી આગળ ચાલી રહી છે. શરૂઆતના રુઝાનોને જોઈને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી હવે રાષ્ટ્રીય તાકાત છે. અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન બનશે. આમ આદમી પાર્ટી હવે દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટીના રૂપમાં કોંગ્રેસની જગ્યા લેશે.

રાઘવ ચઢ્ઢાએ પરિણામો પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, આ તમામના સહયોગથી શક્ય બન્યું છે. અરવિંદ કેજરીવાલને આ જીતનો શ્રેય જાય છે. પંજાબના લોકોએ આ ચૂંટણીમાં અમને આ ભેટ આપી છે. મહત્વનું છે કે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ઝાડું ચાલ્યું છે. આમ આદમી પાર્ટીની સુનામીમાં કોંગ્રેસના નવજોતસિંહ સિદ્ધુ, મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની અને પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ સહિતના મોટા નેતાઓ પાછળ ચાલી રહ્યા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments