Homeગુર્જર નગરીઅમદાવાદઃ રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ, ધુમડો નીકળી શકે તેવી વ્યવસ્થા જ નહીં...

અમદાવાદઃ રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ, ધુમડો નીકળી શકે તેવી વ્યવસ્થા જ નહીં !, બેઝમેન્ટની છત તોડવી પડી શકે

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના શાહીબાગ સ્થિત રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં વહેલી સવારે આગ લાગતા અફરા તફરી મચી ગઈ. સદનસીબે બેઝમેન્ટમાં કોઈ ન હોવાથી કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ ધુમાડો એટલો વધુ હતો કે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો. ફાયર વિભાગની 31 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવા તેમજ બેઝમેન્ટમાંથી ધુમાડો દૂર કરવા જહેમત ઉઠાવી. સ્થિતિ એવી સર્જાઈ કે, ઓક્સિજન માસ્ક સાથે પણ ફાયર વિભાગના જવાનો વધુ સમય સુધી બેઝેન્ટમાં ન ટકી શક્યા. થોડી થોડી વારે તેમને બહાર આવવું પડ્યું. આ દરમિયાન દર્દીઓની સુરક્ષાને ધ્યાને લઈ 100થી વધુ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં લઈ જવાયા.

ફાયર વિભાગના જવાનોએ ફેન વડે ધુમાડો બહાર કાઢવા મહેનત કરી. જો જરૂર પડશે તો હોસ્પિટલના પાર્કિંગની છત તોડવામાં આવી શકે છે. હોસ્પિટલમાંથી ધુમાડો નીકળે તે માટેની વ્યવસ્થા નથી કારણ કે હોસ્પિટલમાં એક્ઝોસ્ટની વ્યવસ્થા નથી. જેના કારણે ધુમાડો વધુ થઈ રહ્યો છે.
રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાને જોવા માટે લોકોના ટોળેટોળા પણ હોસ્પિટલની બહાર ઉમટ્યા હતા.

Ahmedabad Rajsthan hospital

દુર્ઘટના મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી માહિતી મેળવી હતી જે બાદ તેમણે એક ટ્વીટ સંદેશ પણ પાઠવ્યો હતો. જેમા તેમણે લખ્યું હતું કે, અમદાવાદની એક હોસ્પિટલમાં આગ દુર્ધટનાના સમાચાર મળ્યા. ગુજરાતના મુખ્યમંત્રી @Bhupendrapbjp જી સાથે વાત કરી અને દુર્ધટનાની જાણકારી લીધી. સ્થાનિક વહીવટીતંત્ર સતત આગ બુઝાવવામાં, દર્દીઓને બચાવવામાં અને રાહત કાર્યમાં તત્પરતા સાથે લાગેલું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments