Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં નવજાત બાળકને તરછોડી દેવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે મોરબી જિલ્લાના મેધપર ગામ પાસે બાવળના કાંટામાંથી નવજાત બાળકી મળી આવી છે. જનેતા જાણે નિષ્ઠુર બની ગઈ હોય તેમ તાજી જન્મેલી બાળકીને ત્યજી દેવાનો કિસ્સો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આજે મોરબી જિલ્લાના માળીયા તાલુકાના મેધપર ગામ નજીક એક સ્થાનિક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની નજર બાવળના કાંટામાં પડેલી એક નવજાત બાળકી પર પડી હતી. નવજાત બાળકી ઝાડીઓમાં રડી રહી હતી. ત્યારે આ રાહદારીએ સૌ પ્રથમ તો બાળકી પાસે જઈને તેને બહાર કાઢી હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ એકઠાં થઈ ગયા હતા.
આ ઘટનાની જાણકારી તાત્કાલિક ગામના સરપંચને કરવામાં આવી હતી, જેના કારણે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સરપંચ આવ્યા બાદ સમગ્ર ઘટનાની જાણકારી માળીયા પોલીસને કરવામાં આવતી હતા. જેના કારણે તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.
આ નવજાત બાળકીને તાત્કાલિક સારવાર અર્થે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ બાળકી સ્વસ્થ હોવાનું કહ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
