Team Chabuk-Sports Desk: ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી-20માં ભારતની શાનદાર જીત થઈ. આ સાથે જ રોહિત શર્માએ વધુ એક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં બીજી ઈનિંગમાં પહેલી ઓવરના ત્રીજા બોલે જ જેવો રોહિતે છગ્ગો માર્યો કે તે ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનારો બેટર બની ગયો છે. જોશ હેઝલવુડની બોલિંગ પર છગ્ગો લગાવી આ સિદ્ધી તેણે પોતાના નામે કરી લીધી અને ન્યૂઝિલેન્ડના બેટ્સમેન માર્ટિન ગુપ્ટીલને પાછળ છોડી દીધો.
અત્યાર સુધી ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ન્યૂઝિલેન્ડના ખેલાડી માર્ટીન ગુપ્ટીલના નામે હતો. માર્ટિન ગુપ્ટીલે કુલ 121 મેચમાં 172 છગ્ગા લગાવ્યા છે. જ્યારે રોહિત શર્માએ 138 મેચમાં અત્યાર સુધીમાં 176 છગ્ગા ફટકાર્યા છે.
MAXIMUMS! 👌 👌
— BCCI (@BCCI) September 23, 2022
The @ImRo45 SIX Special edition is on display! 👏 👏
Follow the match ▶️ https://t.co/LyNJTtl5L3 #TeamIndia
Don’t miss the LIVE coverage of the #INDvAUS match on @StarSportsIndia pic.twitter.com/OjgYFYnQZs
ટી-20માં સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેન
⦁ ભારત રોહિત શર્મા -138 મેચ,176 છગ્ગા
⦁ ન્યૂઝિલેન્ડ માર્ટિન ગુપ્ટીલ -121 મેચ,171 છગ્ગા
⦁ વેસ્ટઈન્ડિઝ ક્રિશ ગેલ -79 મેચ, 124 છગ્ગા
⦁ ઈંગ્લેન્ડ ઈયોન મોર્ગન -115 મેચ, 120 છગ્ગા
⦁ ઓસ્ટ્રેલિયા એરોન ફિંચ -94 મેચ, 119 છગ્ગા
મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયાએ 8 ઓવરની મેચમાં ભારતને 91 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતીય બેટ્સમેનોએ તોફાની બેટિંગ કરી 7.4 ઓવરમાં 4 વિકેટે 92 રન ફટકાર્યા. રોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું અને 20 બોલ પર 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 230 રનની સ્ટ્રાઈક રેટે 46 રન બનાવ્યા. જ્યારે છેલ્લી ઓવરમાં દિનેશ કાર્તિકે 2 બોલ પર એક છગ્ગો અને એક ચોગ્ગાની મદદથી 10 રન બનાવ્યા. જ્યારે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે આ મેચમાં પણ દર્શકોને નિરાશ કર્યા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત