Team Chabuk-Sports Desk: ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટીમે નેત્રહીન T20 વર્લ્ડ કપ વિજેતા બન્યું છે. ભારતીય ટીમે શનિવારે (17 ડિસેમ્બર) બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ટાઇટલ મેચમાં બાંગ્લાદેશને 120 રનથી હરાવ્યું. ભારતે ત્રીજી વખત આ ખિતાબ જીત્યો છે. આ પહેલા ભારતે 2012 અને 2017માં બ્લાઈન્ડ ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. પૂર્વ ક્રિકેટરો સહિત ચાહકોએ ટીમ ઈન્ડિયાને ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
ટીમ ઈન્ડિયાએ 277 રન બનાવ્યા હતા
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ટાઈટલ મેચમાં ભારતે પ્રથમ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન ભારતે ધમાકેદાર બેટિંગ કરતા 2 વિકેટના નુકસાને 277 રન બનાવ્યા હતા. સુનીલ રમેશે સદીની ઇનિંગ રમતા 63 બોલમાં 136 રન બનાવ્યા હતા. તે જ સમયે, કેપ્ટન અજય કુમાર રેડ્ડીએ 50 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી. આ બંને ખેલાડીઓએ ત્રીજી વિકેટ માટે 247 રનની ભાગીદારી કરી હતી. આ પહેલા ભારતે 29 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.
બાંગ્લાદેશની ટીમે 157 રન બનાવ્યા
જીત માટે 278 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 157 રન જ બનાવી શકી હતી. આ રીતે તેને આ ટાઇટલ મેચમાં 120 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની બોલિંગ સામે બાંગ્લાદેશના બેટ્સમેનો લાચાર દેખાતા હતા. ટીમ ઈન્ડિયા તરફથી લલિત મીણા અને અજય કુમારે 1-1 વિકેટ લીધી હતી. ભારતે આ વખતે બ્લાઈન્ડ ટી20 વર્લ્ડ કપની યજમાની કરી હતી. આગામી વર્લ્ડ કપ વર્ષ 2024માં પાકિસ્તાનમાં રમાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત