Homeદે ઘુમા કે17 વર્ષનો વનવાસ પૂર્ણ, વિશ્વ ચેમ્પિયન બન્યું ભારત, સૂર્યાએ કેચ નહીં, મેચ...

17 વર્ષનો વનવાસ પૂર્ણ, વિશ્વ ચેમ્પિયન બન્યું ભારત, સૂર્યાએ કેચ નહીં, મેચ નહીં ટ્રોફી પકડી !

Team Chabuk-Sports Desk: ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને રોમાંચક મેચમાં સાત રનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 20 ઓવરમાં આઠ વિકેટે 169 રન બનાવી શકી હતી.

આ પહેલા ભારતે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ સાથે જ ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો છે. 13 વર્ષ બાદ કોઈ વર્લ્ડ કપ જીત્યો છે. ભારતે 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો.

ડી કોક અને સ્ટબ્સની ભાગીદારી

દક્ષિણ આફ્રિકા માટે શરૂઆત સારી રહી ન હતી કારણ કે હેન્ડ્રીક્સ અને કેપ્ટન એડન માર્કરામ ચાર રન બનાવીને આઉટ થયા હતા. પરંતુ અહીંથી ક્વિન્ટન ડી કોક અને ટ્રિસ્ટન સ્ટબ્સે 68 રનની ભાગીદારી કરી અને સાઉથ આફ્રિકાને મેચમાં પરત લાવ્યું. સ્ટબ્સે 21 બોલમાં 31 રન અને ડી કોકે 31 બોલમાં 39 રન બનાવ્યા હતા.

હેનરિક ક્લાસેનની મહેનત વ્યર્થ ગઈ

દક્ષિણ આફ્રિકાનો સ્કોર 3 વિકેટે 70 રન હતો ત્યારે હેનરિક ક્લાસેન બેટિંગ કરવા ક્રિઝ પર આવ્યો હતો. ક્લાસને અહીંથી ઝડપી બેટિંગ શરૂ કરી અને માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેણે 2 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી. ક્લાસને 27 બોલમાં 52 રન બનાવ્યા હતા. 15મી ઓવરમાં ક્લાસને અક્ષર પટેલ પાસેથી 24 રન લીધા હતા જ્યાંથી મેચ સંપૂર્ણપણે ઊંધી પડી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ છેલ્લી 4 ઓવરમાં ભારતે બોલિંગના દમ પર વાપસી કરી હતી.

બીજી તરફ કિંગ કોહલીએ ટી-20 ક્રિકેટનેે અલવિદા કહી છે. વિરાટ કોહલીએ ફાઈનલ મેચ જીત્યા બાદ ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું હતું.

ind vs sa

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments