Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો આરંભ કરાવશે. જેમાં જૂનાગઢ વાસીઓ પ્રાકૃતિક ભોજન, નાસ્તાનો આનંદ લઇ શકશે. આ દેશનું સૌ પ્રથમ પ્લાસ્ટીક કાફે બનશે. જેમાં પ્લાસ્ટિક જમા કરાવવાથી પ્રાકૃતિક ફૂડ અને સરબત મળશે.
જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા પ્લાસ્ટિક મુક્ત જૂનાગઢ માટે નવતર પહેલ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં પ્રથમ વાર પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો આરંભ થશે. તા.૩૦ જૂનના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કાફેનો આરંભ થશે. આ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેમાં જૂનાગઢવાસીઓ પ્રાકૃતિક ભોજન, નાસ્તાનો આનંદ લઇ શકશે. તેમ જિલ્લા કલેકટર રચીત રાજે માધ્યમકર્મિઓ સાથે સંવાદ કરતા જણાવ્યુ હતુ.

તેમણે આ તકે પ્લાસ્ટિક વપરાશ અંગેની સાયન્ટિફિક માહિતી આપતાં જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકની એક બોટલ ને ડીકમ્પોઝ થતા ૪૦૦ વર્ષ લાગે છે. ભારતમાં દરરોજ ૧૦૩૭૬ ટન પ્લાસ્ટિકનો વપરાશ થાય છે. દર વર્ષે ૫૦૦ બિલિયન પ્લાસ્ટિક બેગનો વપરાશ થાય છે. વર્ષ ૨૦૫૦ સુધીમાં દરિયામાં માછલી થી વધુ પ્લાસ્ટિક જોવા મળશે.જૂનાગઢવાસીઓને પર્યાવરણ જાળવણી, શારીરિક અને માનસિક હેલ્થ માટે પ્રાકૃતિક ખોરાક તરફ વળવા અને પ્લાસ્ટીકના વપરાશ બંધ કરવા અપીલ કરી હતી. આમ કરી આપણે પર્યાવરણ અને રાષ્ટ્રની સેવા કરી શકીશું.

પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે અંગે મીડિયા કર્મીઓ સાથે સંવાદ સાધતા કલેકટરે વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેમાં લોકો પ્રાકૃતિક ભોજન-નાસ્તાનો આનંદ લઇ શકશે. આ કાફેમાં પ્લાસ્ટિકના પ્રદૂષણને દુર કરવા પ્લાસ્ટીક વેસ્ટ કલેકશન કરાશે. લોકોને પ્રાકૃતિક ફુડ ઘરે બેઠા મળી શકે એ માટે ઝોમેટો, સ્વીગી દ્વારા ઓર્ડર થઇ શકશે, આ ઉપરાંત કેશલેશ સર્વીસને પ્રોત્સાહન આપવા કેશલેશ સર્વીસ, માટીમાંથી બનાવેલ વાસણોનું વેચાણ થશે. મહિલા સશક્તિકરણને પ્રધાન્ય મળે એ હેતુસર સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓ દ્વારા આ કાફેનું સંચાલન થશે.

કલેકટરે સભાખંડ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કાફેને લગતી માહિતી ઉપરાંત પ્લાસ્ટીક પ્રદુષણ વપરાશ, પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ એક્ટની સાઇન્ટીફીક માહિતી પણ આપી હતી. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ૨૦૨૧ અંતર્ગત તારીખ ૧/૭/૨૦૨૨ થી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે જૂનાગઢવાસીઓને આ એકટની અમલવારી કરવા અને સસ્ટનેબલ ડેવલપમેન્ટનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
