Homeગુર્જર નગરીઅમદાવાદઃ કર્ણાવતી ક્લબ નજીક થાર જીપ અને બાઈક વચ્ચે અકસ્માતમાં બન્ને બાઈક...

અમદાવાદઃ કર્ણાવતી ક્લબ નજીક થાર જીપ અને બાઈક વચ્ચે અકસ્માતમાં બન્ને બાઈક સવારના ઘટના સ્થળે મોત

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં અકસ્માતો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ઓવરસ્પીડ વાહનોના કારણે અકસ્માતમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના કર્ણાવતી ક્લબ નજીક થયેલા અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે. થાર જીપ અને બાઈક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બન્ને બાઈક સવારના મોત થયા છે.

મળતી માહિતી પ્રમાણે કર્ણાવતી ક્લબ નજીક થાર જીપ અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં બન્ને બાઈક સવારોના કરુણ મોત નિપજ્યા છે. થાર જીપમાં સવાર પાંચ લોકો અકસ્માત બાદ ભાગી ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. થાર જીપે બાઈકને ટક્કર મારતા બાઈક પર જઈ રહેલા બન્ને યુવકો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. 108 એમ્બ્યુલન્સે ઘટના સ્થળે પહોંચીને બન્ને મૃતકોને હોસ્પિટલ પહોંચાડ્યા છે.

હાલ તો પોલીસ દ્વારા આ મામલે અકસ્માતનો કેસ દાખલ કરીને તપાસ કરવામાં આવી રહી છે. બંન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પોલીસ દ્વારા ખસેડવામાં આવ્યા છે. જ્યારે થાર કારની નંબર પ્લેટનાં આધારે પોલીસે હીટ એન્ડ રન કરીને ફરાર થઇ જનારા આરોપીને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે. એમ ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરવામાં આવી છે. 

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments