Team Chabuk-National Desk: વહેલી સવારે જમ્મૂ-કાશ્મીરમાં ધરતી ધણધણી ઉઠી. જમ્મૂ-કાશ્મીરના ડોડામાં ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 નોંધાઈ હતી. સવારે 5.38 કલાકે અચાનક ધરા ધ્રજી ઉઠી હતી જેના પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘરમાં ઉંઘી રહેલા લોકો ઘર બહાર નીકળી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઉંડાઈએ હતું. આની થોડીવાર બાદ 5:43 વાગ્યે ચિનાબ ઘાટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.2 હતી.
મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરમાં સવારે બે વાર ધરતીકંપ અનુભવાયો. સદનસીબે બંને જગ્યાએથી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
આ ઉપરાંત અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં 4.4ની તીવ્રતા નોંધાઈ હતી જેનું કેન્દ્રબિંદુ 180 કિમીની ઊંડાઈ પર હતું.
આંદામાન અને નિકોબારમાં પણ 5.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રવિવારે રાત્રે લગભગ 8 વાગે 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 નોંધાઈ હતી.
ભૂકંપ આવે તો શું કરવું?
ભૂકંપની સ્થિતિમાં, ગભરાવું નહીં
જો ઘર કે ઓફિસમાં હોય તો મજબૂત ટેબલની નીચે જતુ રહેવું
ટેબલ નીચે જઈ માંથું ઢાંકો
ધરતીકંપ બંધ ન થાય ત્યાં સુધી ટેબલની નીચે રહો.
ભૂકંપના આંચકા બંધ થતાં જ ઘર, ઓફિસ કે રૂમની બહાર નીકળી જાવ.
જો તમે ભૂકંપ દરમિયાન વાહનની અંદર હોવ, તો તરત જ વાહનને રોકો અને જ્યાં સુધી આંચકા બંધ ન થાય ત્યાં સુધી અંદર જ રહો.
ઝાડ, દીવાલો અને થાંભલાઓથી દૂર રહો
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા