Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં એક સગીરાને સોશિયલ સાઇટ પર મિત્રતા કરવી ભારે પડી ગઈ. સગીરા સાથે સોશિયલ મીડિયામાં બનેલા મિત્રએ બદકામ કરવાની કોશિશ કરી એટલું જ નહીં તેના માતા પિતાને મારી નાખવાની કોશિશ કરી. રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે 20 વર્ષીય વિશાલ ગોહિલ નામના શખ્સે છેડતી કરી. એટલું જ નહીં દાવો છે કે, આરોપી સગીરાના શરીરે બટકા પણ ભરી ગયો.
સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી આઇપીસી 354 એ, 323 506 (2) અને પોકસો સહિતની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સગીરા અને આરોપી વચ્ચે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી માત્ર ચાર-પાંચ દિવસથી જ વાતચીત થતી હતી. પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, સંતાનમાં તેમને બે દીકરીઓ છે. તેમની 16 વર્ષની સગીર વયની દીકરી ધોરણ 10 માં અભ્યાસ કરે છે.
બુધવારના રોજ દીકરી સ્કૂલેથી ઘરે આવી છાશ લેવા ગઈ હતી. પરંતુ અડધો કલાક સુધી દીકરી પરત ન આવતા તેને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. ત્યારબાદ દીકરીની શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી. રાત્રિના આઠ વાગ્યાના અરસામાં દીકરી ઘરે પરત ફરી હતી. ત્યારે ઘરે પરત ફરેલી દીકરીના ડાબા ગાલે તેમજ ડોકના ભાગે તેમ જ હાથના બાવડાના ભાગે કાળા નિશાન તેમજ ઉજરડાના નિશાન જોવા મળ્યા હતા.
સમગ્ર મામલે સગીરાની પૂછપરછ કરતા તેણીએ જણાવ્યું હતું કે વિશાલ ગોહિલ નામનો છોકરા સાથે મોબાઈલ ફોનમાં ઈન્સ્ટાગ્રામ મારફતે વાતચીત થઈ હતી. આજે તેને મને મળવા બોલાવી આ હરકત કરી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત