Homeગુર્જર નગરીવડોદરામાં આંતરરાષ્ટ્રીય સ્તરના બેડમિન્ટન કોચે મુલાકાત લઈ વાઘોડીયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની કરી પ્રશંસા

વડોદરામાં આંતરરાષ્ટ્રીય સ્તરના બેડમિન્ટન કોચે મુલાકાત લઈ વાઘોડીયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની કરી પ્રશંસા

Team Chabuk-Gujarat Desk: વડોદરાનું વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ રાજ્યના રમત ગમત વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વિકસાવવામાં આવ્યું છે જેમાં વડોદરા મહાનગર પાલિકાનો સહયોગ મળ્યો છે. રાજ્ય સરકારે ખેલ પ્રતિભાને કુમળી વયે જ પારખી લઈને, ઉચ્ચસ્તરની તાલીમ આપીને રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે ચંદ્રકો જીતવાની ક્ષમતા ધરાવતા ખેલાડીઓ ને ઘડવાના જે આયોજનો કર્યા છે તેમાં આ પ્રકારના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની સ્થાપનાનો સમાવેશ થાય છે, એવી જાણકારી આપતાં આંતર રાષ્ટ્રીય સ્તરના બેડમિન્ટન કોચ અને વડોદરા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ જયેશ ભાલાવાલાએ જણાવ્યું કે, અહીં આશાસ્પદ રમતવીરો ને વિવિધ રમતોની ઉચ્ચ કક્ષાની તાલીમ આપવાની સાથે રમતપ્રેમીઓને વિવિધ રમતો રમવા અને શીખવાની સગવડ આપવામાં આવે છે. લોકો ગંભીરતા સાથે રમત અપનાવે એ માટે નજીવી ફી લેવામાં આવે છે.

વડીલો અને યુવાનો દોડ અને એક્સરસાઇઝ માટે, મોર્નિંગ વોક માટે અમારા ટ્રેકનો વિનામૂલ્યે ઉપયોગ કરી શકે છે. અમારે ત્યાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, કરાટે, જીમ્નાસ્ટીક જેવી રમતો રમવાની અને તાલીમ મેળવવાની અદ્યતન ઇન્ડોર સુવિધા ઉપલબ્ધ છે. લોન ટેનિસ, ફૂટબોલ, એથલેટિક અને વોલીબોલ માટે કોર્ટ અને ખુલ્લું મેદાન ઉપલબ્ધ છે. કબડ્ડી અને યોગના કેમ્પ યોજાય છે. ખો ખો રમવાની સુવિધા વિકસાવવાનો અમારો પ્રયાસ છે.

અમારી પાસે એન.આઇ.એસ. પ્રશિક્ષિત રમતના ક્ષેત્રની ઉચ્ચતમ લાયકાતો ધરાવતા કોચ તાલીમ આપે છે. ખાનગી સંસ્થાઓમાં મોટી ફીસ ચૂકવ્યા પછી પણ આવા કવોલીફાઇડ કોચની સેવા ભાગ્યે જ મળે છે. આ વર્ષે અહીં અમે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે દોડ અને સાયકલ યાત્રાના કાર્યક્રમો યોજી રહ્યાં છે. પોલીસ ભરતી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવાની ધગશ ધરાવતા યુવા યુવતીઓ અમારા મેદાનનો સખત મહાવરો કરવા માટે જે ઉપયોગ કરે છે એ જોઈને ખૂબ આનંદ થાય છે. વ્યાયામપ્રેમી વડીલોનું અમારું કોમ્પલેક્ષ પ્રિય સ્થળ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments