Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કાની દીકરીને રેપની ધમકી આપનાર શખ્સને ઝડપી લેવાયો છએ. હૈદરાબાદથી આરોપીની ધરપકડ કરાઈ છે. ચોંકવાનારી વાત એ રહી કે આ આરોપી એક સોફ્ટવેર એન્જિનિયર છે અને તેણે IIT હૈદરાબાદથી બી-ટેકનો અભ્યાસ કર્યો છે. મુંબઈ પોલીસના સાયબર સેલે આરોપીની ઓળખ કરી હતી. હાલ આરોપીને મુંબઈ લઈ જવાયો છે.
ન્યૂઝ એજન્સી ANI મુજબ પકડાયેલા વ્યક્તિનું નામ રામનાગેશ અકુબાથિની છે. આરોપી વ્યવસાયે એન્જિનિયર છે અને થોડો સમય પહેલાં તે ફુડ ડિલિવરી એપ માટે કામ કરતો હતો.હાલ ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપમાં સતત 2 મેચ હાર્યા પછી વિરાટ સેના લગભગ ટૂર્નામેન્ટની બહાર ફેંકાઈ ગઈ હતી. કોહલી પાકિસ્તાન અને ન્યૂઝિલેન્ડ સામે હારનો સામનો કર્યા પછી કેટલાક યૂઝર્સે વિરાટ કોહલી પર નિશાન સાધ્યું હતું. કેટલાક યુઝર્સ બેફામ બન્યા હતા.
આ દરમિયાન એક શખ્સે કોહલીને તેની દીકરી વામિકા પર દુષ્કર્મ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ વિવાદ વકર્યો હતો અને સોશિયલ મીડિયા પર હોબાળો થયો હતો. તો પાકિસ્તાના પૂર્વ ખેલાડી ઈંઝમામે પણ કહ્યું હતું કે આ રમતમાં હાર-જીત પછી કોઈપણ ખેલાડીની દીકરી અને પરિવાર પર નિશાન સાધવું યોગ્ય નથી.
આ મામલે દિલ્હી મહિલા આયોગે આયોગે નોટિસ જાહેર કરી પોલીસ સાથે ચર્ચા કરી હતી. તેમણે આ મુદ્દે કેટલી કાર્યવાહી હાથ ધરાઈ હોવાની વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો. ત્યારપછી મુંબઈ પોલીસની સાયબર સેલના આરોપી રામનાગેશ શ્રીનિવાસ અકુબાથિનીની ધરપકડ કરાઈ હતી. હાલ આરોપીની પૂછપરછ હાથ ધરાઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત