Homeગુર્જર નગરીરાજકોટ: મહિલા દિવસ પૂર્વે યોજાયેલી ચિત્રકામ સ્પર્ધામાં સાસુ-વહુની જોડી બની આકર્ષણનું કેન્દ્ર,...

રાજકોટ: મહિલા દિવસ પૂર્વે યોજાયેલી ચિત્રકામ સ્પર્ધામાં સાસુ-વહુની જોડી બની આકર્ષણનું કેન્દ્ર, પુત્રવધૂના ફેશન ડિઝાઇનિંગ અને ચિત્રકામના શોખને આપે છે પ્રોત્સાહન

Team Chabuk-Gujarat Desk: ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નજીક છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર રાજકોટ દ્વારા કલેકટર કચેરી ખાતે ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ પેઇન્ટિંગ કરતા કલાકારોના ચિત્રો નિહાળી તેમને બિરદાવ્યા હતા. સ્પર્ધામાં અંદાજીત ૮૦થી વધુ ચિત્રકારોએ ભાગ લીધો હતો. જેમાં નાના બાળકો અને વયસ્ક ચિત્રકારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

કલેક્ટર કચેરી ખાતે આગામી તા. ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં એક સાસુ-વહુની જોડીએ પણ લોકોને આશ્ર્ચર્યચકિત કરી દીધા હતા. ભારતીબેન પાટલીયા, જેઓને કોઈ દીકરી નથી, પરંતુ તેઓ પોતાની પુત્રવધૂને પુત્રવધૂ તરીકે નહીં, પણ સગી દીકરીની જેમ સાચવે છે. તેથી તેઓ પણ પોતાની દીકરીને ચિત્ર સ્પર્ધામાં સપોર્ટ આપવા આવી પહોંચ્યા હતા.

આપણે ત્યાં જ્યારે સાસુ અને વહુનું નામ આવે ત્યારે 36નો આંકડો યાદ આવી જાય પણ ચિત્રકામ સ્પર્ધામાં તેનાથી તદ્દન વિપરિત દૃશ્ય જોવા મળ્યું હતું. સાસુ ભારતીબેન જણાવ્યું કે, ફેશન ડિઝાઇનિંગ અને ચિત્રકામ એ મારી દીકરીનો શોખ છે, તેને પ્રોત્સાહન આપવું જરૂરી છે. દીકરી હોય કે વહુ, તેને તેના શોખ અંગે પ્રોત્સાહન ન આપીએ તો એ મોટો અન્યાય છે અને મારી વહુ માત્ર કલાની બાબતોમાં જ નહીં ઘરકામ, સામાજિક જવાબદારી એમ બધી બાબતોમાં અવ્વલ છે.

ચિત્રકામ કરતાં કરતાં ક્રિષ્નાબેન પાટલીયા કહ્યું હતું કે, ભારતીબેન એ મારા સાસુમાં નહીં, પણ મારા સાચા માતા છે. હું ખૂબ ભાગ્યશાળી છું કે મને દરેક બાબતે આટલો સારો સપોર્ટ આપનારા સાસુ મળ્યા છે. તમામ બાબતોમાં મને દિકરીની જેમ સાચવે છે. મારા શોખને પુરા કરવા માટે પ્રોત્સાહન પણ પુરુ પાડે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments