Team Chabuk-Gujarat Desk: દમણની નર્સિંગ કોલેજના મહિલા પ્રિન્સિપાલની હત્યા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. મહિલા પ્રિન્સિપાલની હત્યા કોલેજના એકાઉન્ટન્ટે જ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સેલવાસમાં રહેતાં અને દમણની નર્સિંગ કોલેજના મહિલા પ્રિન્સિપાલની હત્યા કોલેજના જ એકાઉન્ટન્ટે જ કરી હતી અને પુરાવા નાશ કરવા માટે કારને સળગાવી નાખી હતી.


સંઘપ્રદેશ પોલીસે મહિલા પ્રિન્સિપાલની હત્યા મામલે આરોપી સાવન પટેલની ધરપકડ કરી છે. આરોપીની પુછપરછમાં ખુલાસો થયો છે કે કોલેજના મેસ ફંડ અને એડમિશન ફીમાં આરોપીઓ દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિની જાણકારી પ્રિન્સિપાલને મળી ગઈ હતી જેથી આરોપીએ મહિલા પ્રિન્સિપાલને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવ્યો હતો.
ગત 28મી તારીખે આરોપી સાવન પટેલે મહિલા પ્રિન્સિપાલ કનિમોઝી મુરુગમેની ગાડીમાં લિફ્ટ માંગી હતી. આરોપીએ કોલેજમાં થયેલી નાણાકીય ગેરરીતિ મુદ્દે માહિતી આપવાનું કહીને કારમાં લિફ્ટ લીધી હતી. ત્યારબાદ કારમાં જ મહિલા પ્રિન્સિપાલની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આરોપી કાર લઈને વાપી શહેરના તરકપારડી પાસે કારને પાર્ક કરી હતી અને પુરાવાઓનો નાશ કરવા માટે મૃતદેહ સહિત કારને સળગાવી નાખી હતી. પોલીસને મહિલા પ્રિન્સિપાલનો સળગેલી હાલતમાં મૃતદેહ અને ગાડી મળી આવ્યા હતા.
કોલેજ મેસ ફંડ અને એડમિશન ફીમાં ગેરરીતિ કરી હતી. જેના પગલે પ્રિન્સિપાલે આરોપી પાસેથી જવાબ માંગ્યો હતો. સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આરોપીએ મહિલા પ્રિન્સિપાલની હત્યા નિપજાવી હોવાનો પ્લાન ઘડી કાઢ્યો હોવાનો ખુલાસો થયો છે. હાલ તો પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
