Homeદે ઘુમા કેજો બીજી સુપર ઓવર પણ ટાઈ થઈ હોત તો આવો ચોંકાવનારો નિર્ણય...

જો બીજી સુપર ઓવર પણ ટાઈ થઈ હોત તો આવો ચોંકાવનારો નિર્ણય લેવાયો હોત !

IPLની 13મી સીઝનની 36મી મેચમાં ભારે રસાકસી બાદ પંજાબે મુંબઈ સામે દિલધડક જીત મેળવી. એક સમયે એવું લાગતુ હતુ કે સુપર ઓવરમાં મુંબઈની આસાન જીત થશે પરંતુ શમીની ઘાતક બોલિંગ સામે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત અને ફૂલ ફોર્મમાં ચાલી રહેલો ડી કોક પણ અસફળ રહ્યા હતા. તેઓ 6 રનનો ટાર્ગેટ પણ ચેઝ કરી શક્યા ન હતા. જેના કારણે મેચ વધુ રોમાંચક બની અને બીજી સુપર ઓવર રમાડવાની ફરજ પડી.

બીજી સુપર ઓવરમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરી અને પંજાબને 12 રનનું લક્ષ્ય આપ્યું હતું જે પંજાબે માત્ર 4 બોલમાં મેળવી લીધુ હતુ.  પંજાબ માટે બીજી સુપર ઓવર ક્રિસ જોર્ડન અને મુંબઈ માટે ટ્રેન્ટ બોલ્ટે નાખી હતી. બીજી સુપર ઓવરમાં પંજાબ તરફથી ક્રિસ ગેઈલ અને મયંક અગ્રવાલ બેટિંગ માટે ઉતર્યા હતા. જ્યારે મુંબઈ તરફથી પોલાર્ડ અને  હાર્દિક પંડ્યાએ મોરચો સંભાળ્યો હતો.

નિયમ અનુસાર, પ્રથમ સુપર ઓવરમાં બેટિંગ અને બોલિંગ કરનાર ખેલાડીઓ બીજી સુપર ઓવરમાં માત્ર ફિલ્ડિંગ જ કરી શકે છે. આ કારણે મેચની બીજી સુપર ઓવરમાં અલગ-અલગ ખેલાડીઓએ બેટિંગ-બોલિંગ કરી હતી.. પહેલી સુપર ઓવરમાં પંજાબે 5 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ પણ 5 રન જ કરી શક્યું હતું. મુંબઈ માટે જસપ્રીત બુમરાહ અને પંજાબ માટે મોહમ્મદ શમીએ સુપર ઓવર નાખી હતી.

પ્રથમ સુપર ઓવર કેવી રીતે ટાઈ થઈ ?

પંજાબની પ્રથમ બેટિંગ

બેટ્સમેનઃ લોકેશ રાહુલ, નિકોલસ પૂરન અને અને દિપક હુડા

બોલરઃ જસપ્રીત બુમરાહ

0.1 બુમરાહ ટૂ રાહુલ: 1 રન

0.2 બુમરાહ ટૂ પૂરન: વિકેટ

0.3 બુમરાહ ટૂ રાહુલ: 1 રન

0.4 બુમરાહ ટૂ હુડા: 1 રન

0.5 બુમરાહ ટૂ રાહુલ: 2 રન

0.6 બુમરાહ ટૂ રાહુલ: વિકેટ

પંજાબે મુંબઈને 6 રનનો ટાર્ગેટ આપ્યો

મુંબઈ તરફથી કવિન્ટન ડી કોક અને રોહિત શર્મા બેટિંગ માટે ઉતર્યા 

બોલરઃ મોહમ્મદ શમી

0.1 શમી ટૂ ડી કોક: 1 રન

0.2 શમી ટૂ રોહિત: 1 રન

0.3 શમી ટૂ ડી કોક: 1 રન

0.4 શમી ટૂ રોહિત: 0 રન

0.5 શમી ટૂ રોહિત: 1 રન

0.6 શમી ટૂ ડી કોક: 1 રન+ રનઆઉટ

કિંગ્સ ઇલેવન પંજાબ બેટિંગ: 1 ઓવર 5/2

બીજી સુપર ઓવરનો ચીતાર

મુંબઈની પ્રથમ બેટિંગ

બેટ્સમેનઃ હાર્દિક પંડ્યા અને કાયરન પોલાર્ડ

બોલરઃ ક્રિસ જોર્ડન

0.1 જોર્ડન ટૂ પોલાર્ડ: 1 રન

0.2 જોર્ડન ટૂ પંડ્યા: વાઈડ

0.2 જોર્ડન ટૂ પંડ્યા: 1 રન

0.3 જોર્ડન ટૂ પોલાર્ડ: 4 રન

0.4 જોર્ડન ટૂ પોલાર્ડ: વાઈડ

0.4 જોર્ડન ટૂ પોલાર્ડ: 1 રન+ હાર્દિક રનઆઉટ

0.5 જોર્ડન ટૂ પોલાર્ડ: 0 રન (આઉટ આપેલો નિર્ણય રિવ્યૂમાં બદલાયો)

0.6 જોર્ડન ટૂ પોલાર્ડ: 2 રન

પંજાબે ચાર બોલમાં જીત મેળવી

બેટ્સમેનઃ ક્રિસ ગેઈલ અને મયંક અગ્રવાલ

બોલરઃ ટ્રેન્ટ બોલ્ટ

0.1 બોલ્ટ ટૂ ગેલ: 6 રન

0.2 બોલ્ટ ટૂ ગેલ: 1 રન

0.3 બોલ્ટ ટૂ અગ્રવાલ: 4 રન

0.4 બોલ્ટ ટૂ અગ્રવાલ: ફોર… મેચ જીત્યું

મુંબઈની પ્રથમ બેટિંગ: 11/1

IPLના ઇતિહાસમાં આવું બીજીવાર થયું છે, જ્યારે સુપર ઓવર ટાઈ થઇ હોય… આ પહેલા 2014માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચ અને સુપર ઓવર બને ટાઈ થઇ હતી. તે સમયે બાઉન્ડ્રી કાઉન્ટના આધારે જીત નક્કી કરાઈ હતી. આ વખતે પહેલીવાર નવા નિયમ મુજબ સુપર ઓવર ટાઈ થતા બીજી સુપર ઓવર રમાડવામાં આવી હતી.  ICC એ નક્કી કર્યું છે કે, જ્યાં સુધી રિઝલ્ટ ન આવે ત્યાં સુધી સુપર ઓવર રમાડવામાં આવશે.. એટલે કે બીજી સુપર ઓવર પણ ટાઈ થઈ હોત તો ત્રીજી સુપર ઓવરનો જંગ થયો હોત.

મેચ કેવી રીતે ટાઈ થઈ ?

મુંબઈએ આપેલા  177 રનના  લક્ષ્યનો પીછો કરતી કિંગ્સ ઇલેવન પંજાબ પણ 20 ઓવરમાં 6 વિકેટે 176 રન જ કરી શકી હતી.. પંજાબને છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી, પરંતુ બોલ્ટની શાનદાર બોલિંગ સામે પંજાબના બેટ્સમેન ઘૂંટણીએ પડ્યા હતા. અને 8 રન જ કરી શક્યા હતા. જેના કારણે સુપર ઓવર રમાઈ હતી.

મુંબઈની બેટિંગ પર એક નજર

મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 6 વિકેટે 176 રન કર્યા હતા. ઇન્ડિયન્સ માટે વિકેટકીપર ડી કોકે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું હતું. અને 53 રન ફટકાર્યા હતા.. ડી કોકે મુંબઈ માટે સતત ત્રીજી મેચમાં ફિફટી મારી, આવું કરનાર તે સચિન તેંડુલકર પછી બીજો ખેલાડીઓ બન્યો છે. ડી કોકે 43 બોલમાં 3 ફોર અને 3 સિક્સની મદદથી 53 રન કર્યા હતા. જ્યારે 119 રનમાં 6 વિકેટ ગુમાવ્યા બાદ કાયરન પોલાર્ડ અને કુલ્ટર નાઇલે અંતે 21 બોલમાં 57* રનની ભાગીદારી કરી ટીમને મજબૂત સ્કોર અપાવ્યો હતો.  પોલાર્ડે 12 બોલમાં 34 અને નાઇલે 12 બોલમાં 24 રન ફટકાર્યા હતા.. પંજાબ માટે મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહે 2-2, જ્યારે રવિ બિશ્નોઇ અને ક્રિસ જોર્ડને 1-1 વિકેટ લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments