Homeદે ઘુમા કેVIDEO: સૂર્યકુમારના આ શોટને હાર્દિક પંડ્યા જોતો જ રહી ગયો

VIDEO: સૂર્યકુમારના આ શોટને હાર્દિક પંડ્યા જોતો જ રહી ગયો

Team Chabuk-Sport Desk: મુંબઈ ઈન્ડિયન્સનો બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે ઈન્ડિયન પ્રિમયર લીગની સિઝન 14ના પાંચમાં મુકાબલામાં કોલકત્તા નાઈટ રાઈડર્સ વિરૂદ્ધ શાનદાર ફિફ્ટી ફટકારી. સૂર્યકુમારે 36 બોલ પર 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા.

સૂર્યકુમારની શાનદાર સિક્સ

પોતાની ઈનિંગ દરમિયાન સૂર્યકુમારે એક સિક્સ એવી ફટકારી કે સ્ટેડિયમમાં હાજર ખેલાડીઓ જોતા જ રહી ગયા હતા. પેટ કમિંસના બોલ પર સૂર્યકુમારે આ કારનામું કર્યું હતું. તેણે કાંડાની મદદથી એવો શોટ રમ્યો કે બોલ 99 મીટર દૂર જઈને પડ્યો. સૂર્યકુમારના આ શોટ બાદ પવેલિયનમાં બેઠેલા હાર્દિકનું રિએક્શન પણ જોવા લાયક હતુ. સૂયકુમારે આ શોટ ફટકારતાની સાથે જ હાર્દિક તેની જગ્યા પરથી ઉભો થઈ ગયો હતો. તે આશ્ચર્યમાં પડી ગયો હતો. સાથે જ તાળી વગાડી સૂર્યકુમારના શાનદાર શોટને વધાવી પણ લીધો હતો.

રોહિત સાથે 76 રનની પાર્ટનરશીપ

IPL સિઝન 14ના પાંચમાં મુકાબલામાં KKRએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર ક્વિંટન ડીકોક 2 રન બનાવીને પવેલિયન ભેગો થયો હતો. માત્ર 10 રનના સ્કોર પર મુંબઈની પહેલી વિકેટ પડી ગઈ હતી. ત્યારબાદ સૂર્યકુમાર યાદવે કેપ્ટન રોહિત શર્મા સાથે મોરચો સંભાળ્યો હતો. સૂર્યકુમાર યાદવે બીજી વિકેટ માટે રોહિત સાથે 76 રનની પાર્ટનરશીપ નોંધાવી હતી. બંને બેટ્સમેને મેદાન પર શાનદાર શોટ્સ ફટકાર્યા. સૂર્યકુમારને શાકિબ અલ હસને પોતાનો શિકાર બનાવ્યો હતો. 86 રને મુંબઈ ઈન્ડિયન્સની બીજી વિકેટ પડી હતી. છેલ્લે મુંબઈની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં કુલ 152 રન બનાવ્યા હતા. KKR  તરફથી આંદ્રે રસલે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 2 ઓવરમાં માત્ર 15 રન આપીને મુંબઈના પાંચ ખેલાડીઓને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

મુંબઈએ 10 રને મેચ જીતી

જો કે, રસલની પાંચ વિકેટ પણ કોલકત્તા નાઈટ રાઈડર્સને જીત અપાવી શકી ન હતી. મુંબઈના બોલર્સ સામે છેલ્લી ઓવર્સમાં કોલકત્તાના બેટ્સમેનના હાથ બંધાયેલા રહ્યા હતા અને ટીમ 142 રન સુધી જ પહોંચી શકી હતી. મુંબઈ ઈન્ડિયન્સે આ મેચ 10 રને જીતી લીધી હતી.

28માંથી માત્ર 6 મેચ જીત્યું કોલકત્તા

આમ કોલકત્તા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે વધુ એક મુકાબલો થતાં બંને ટીમ વચ્ચે કુલ મેચનો આંકડો 28એ પહોંચ્યો છે. કુલ 28 મેચમાંથી કોલકત્તા નાઈટ રાઈડર્સ માત્ર 6 મેચ જ જીતી શક્યું છે. જ્યારે 22 મેચ પર મુંબઈએ કબજો મેળવ્યો છે. છેલ્લી 12 મેચમાં કોલકત્તા માત્ર 1 મેચ જ જીતી શક્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments