Homeદે ઘુમા કેકેપ્ટન શ્રેયસ અય્યર IPLમાંથી બહાર, આ ખેલાડીને સોંપાઈ શકે છે કલકત્તાની ટીમની...

કેપ્ટન શ્રેયસ અય્યર IPLમાંથી બહાર, આ ખેલાડીને સોંપાઈ શકે છે કલકત્તાની ટીમની કમાન

Team Chabuk-Sports Desk: IPLની 16મી સિઝનની તૈયારીઓ ચાલી રહી છે. થોડા સમય પહેલા BCCIએ IPLનું શિડ્યુલ કર્યું હતું. જે મુજબ આ સિઝનની શરૂઆત 31 માર્ચથી થવાની છે. જેની પ્રથમ મેચ ગુજરાત અને ચેન્નાઇ વચ્ચે રમાશે.

IPL શરૂ થાય તે પહેલા (KKR) કોલકાતા નાઇટ રાઇડર્સને એક મોટો ઝટકો પણ લાગ્યો છે. ગઇ સિઝનમાં ભારતીય સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર (KKR) કોલકાતાની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો પરંતુ હાલમાં તે ઇજાગ્રસ્ત થયો છે. જેને લઈ તે IPL 2023 માંથી બહાર થયો છે. એટલે કે કોલકત્તાની (KKR) ટીમનું સુકાન હવે કોઈ અન્ય ખેલાડી સંભાળશે.

અત્યાર સુધી શ્રેયસ ઐયર (KKR) ટીમનો કેપ્ટન હતો. પરંતુ હવે અલગ-અલગ ખેલાડીઓના નામ ચર્ચાઈ રહ્યા છે જેઓને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. ટીમ મેનેજમેન્ટ એવા ખેલાડીને શોધી રહી છે જેની પાસે કેપ્ટનશીપનો અનુભવ હોય સાથે જ (KKR) ટીમને સિઝનમાં જીત અપાવી શકે. આવા ખેલાડીની યાદીમાં ભારતીય સ્ટાર બેટ્સમેન નીતિશ રાણાનું નામ ચર્ચાઈ રહ્યું છે. નીતિશ રાણા (KKR) કોલકાતાનો નવો કેપ્ટન બની શકે છે. તેની પાસે કેપ્ટનશીપનો ઘણો અનુભવ છે. અત્યાર સુધી તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણી વખત દિલ્હીની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો છે. તો વર્ષ 2018થી તે (KKR) કોલકાતાની ટીમ સાથે જોડાયેલો છે. અત્યાર સુધી તેણે 74 મેચોમાં 1744 રન બનાવ્યા છે. જેથી આ અનુભવી ખેલાડીને કમાન સોંપવામાં આવી શકે છે.

(KKR) કોલકત્તાની ટીમના કેપ્ટનની રેસમાં સુનિલ નારાયણનું નામ પણ સૌથી આગળ છે. તે પણ ઘણો અનુભવી ખેલાડી છે અને હાલમાં ખુબ જ જબરજસ્ત ફોર્મમાં પણ ચાલી રહ્યો છે. અત્યાર સુધી તે ઘણી વખત કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે. 34 વર્ષીય આ ખેલાડી વર્ષ 2012થી (KKR) કોલકાતાની ટીમ સાથે જોડાયેલો છે. જેથી તેને પણ આ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.

થોડા સમયમાં (KKR) કોલકાતા નાઇટ રાઇડર્સ આ અંગે સત્તાવાર જાહેરાત કરશે. IPL શરૂ થાય તે પહેલા ઘણી ટીમોના કેપ્ટન બદલાયા છે. આ ઉપરાંત ખેલાડીઓની પણ અદલા બદલી થઇ છે. દરેક ટીમ ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે. આ સિઝનમાં ઘણા યુવા ખેલાડીઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments