Homeગુર્જર નગરીઆ સિંચાઈ યોજનાથી હજારો એકર જમીનને થશે લાભ

આ સિંચાઈ યોજનાથી હજારો એકર જમીનને થશે લાભ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતના ઉમરપાડામાં તાપી કરજણ લીંકપાઈપલાઈન ઉદવહન યોજના તેમજ 50 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી સૈનિક સ્કૂલનું ખાતમૂહુર્ત કર્યું હતું. આ તકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, રાજય સરકારે આદિજાતિ ક્ષેત્રના સર્વતોમુખી વિકાસ માટે 3 હજાર 700 કરોડ રૂપિયાના ખર્ચે ૧૦ જેટલી સિંચાઇ યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓ આદિવાસી ક્ષેત્રમાં વિકાસના સમૃદ્વિના દ્વાર ખોલશે અને વનબંધુ વિસ્તારોમાં જળક્રાંતિથી વિકાસનો નવો યુગ શરૂ થશે.

મુખ્યમંત્રીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું કે, ‘૭૧૧ કરોડના ખર્ચે તૈયાર થનારી તાપી-કરજણ લીંક પાઇપલાઇન સિંચાઇ યોજનાનું સુરત જિલ્લામાં ઉમરપાડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ખાતમુહૂર્ત કરતા આદિવાસી વિસ્તારના વિકાસની નવી તકો સાથે નંદનવન બનશે.’

આ સિંચાઇ યોજના દ્વારા ઉમરપાડા-ડેડીયાપાડા તાલુકાના ૭૩ ગામોની ૫૩૭૦૦ એકર જમીનને સિંચાઇની સવલત મળશે. 53 માળ જેટલી ઉંચાઇ સુધી પાણી લઇ જઇને આ ઉદવહન સિંચાઇ યોજના ઇજનેરી કૌશલ્યથી સાકાર થવાની છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘જગતનો તાત ખરા અર્થમાં તાત બની, સમૃદ્વિ તરફ પ્રયાણ કરે તેવો રાજય સરકારનો આશય છે. પાણી એ વિકાસની પ્રાથિમકતા છે. ગુજરાત પાણીદાર બને એ માટે સુજલામ સુફલામ, સૌની યોજના સહિત અનેક યોજનાઓ વડે જગતના તાતના ખેતર સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા રાજય સરકારે કરી છે.’

આદિવાસી સમાજનો ઇતિહાસ બલિદાન અને સમર્પણનો રહ્યો છે. દેશની આઝાદી માટે તેમના બલિદાનોને સરકાર કયારેય ભુલશે નહી. આદિવાસીઓ ખડતલ અને મહેનતું છે. આદિવાસી ક્ષેત્રના યુવાનોમાં સમર્પણ અને દેશભાવના કેળવાય તેવા આશય સાથે ઉમરપાડા તાલુકામાં અત્યાધુનિક સુવિધા સાથે દક્ષિણ ગુજરાતની પ્રથમ સૈનિક સ્કૂલ બનશે. સૈનિક સ્કૂલ વિદ્યાર્થીઓ નેશનલ ડીફેન્સ એકેડમીમાં જોડાય અને ગુજરાત રેજીમેન્ટ બને તેવી મનસા તેમણે વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીએ ગુજરાત વિદ્યાર્થીઓને આધુનિક સુવિધા સાથે ઉચ્ચત્તમ શિક્ષણ આપી. ગુજરાત એજયુકેશન ઇન્ડસ્ટ્રીઝનું હબ બને તેવા પ્રયાસો કરશે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘સમાજ-રાજય-રાષ્ટ્રના નિર્માણમાં અનેક પડકારો ઝીલી યુવાનોને કૌશલ્યબદ્વ સક્ષમ બનાવવા છે. ગુજરાતમાં વિશ્વ સ્તરની યુનિવર્સીટીઓ બની છે. ગુજરાતમાં પહેલા ૧૦ યુનિવર્સિટીઓ હતી, હવે ૭૦થી યુનિર્વિસટીઓ છે. છેલ્લા બે દાયકાથી પ્રજાના નાણાં પ્રજાહિત માટે વપરાય, લોકહિતાર્થે કામો થાય, ભારતમાતા પરમવૈભવનું શિખર પ્રાપ્ત કરે એ દિશામાં સરકારે સુદઢ શાસન વ્યવસ્થા પ્રસ્થાપિત કરી છે.’

આધુનિક ટેકનોલોજી અને ટ્રાન્સપરન્સી સાથે લાભાર્થીઓને મળતા લાભ સીધા તેમના બેંક ખાતામાં જમા થાય છે. કોરોનાની સારવાર માટે રૂા. ત્રણ હજાર કરોડ, વરસાદથી થયેલા નુકશાનમાં ૩૭૦૦ કરોડનું પેકેજ ખેડૂતોને આપ્યું છે. આ ઉપરાંત સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના હેઠળ કરોડો રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા થયા છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ‘લોકહિતના કાર્યોને સરકારે કયારેય અટકવા દીધા નથી. છેલ્લા ચાર માસમાં ૧૭ હજાર કરોડના વિકાસકાર્યો અવિરત રહ્યા છે. કોરોના સંક્રમણને રોકવા સરકારે કરેલા પ્રયાસોની ICMR એ પ્રશંસા કરી છે. આ પ્રસંગે વન, આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા પણ હાજર રહ્યા તેમણે કહ્યું કે, તાપી મૈયાના પવિત્ર નીરથી ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકાના હજારો ખેડૂતોની જમીન ઉપજાઉ બનશે, ખેતરોમાં અનેકવિધો પાકો થકી સમૃદ્ધિની છોળો ઉડશે.’

મનસુખભાઇ વસાવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, ‘રાજ્ય સરકારે દુર્ગમ વિસ્તારોમાં પણ સિંચાઈ સુવિધા પૂરી પાડવાનું બીડું ઝડપ્યું છે. ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકાના ગામો ઊંચાઈમાં હોવાથી બમણો વરસાદ થવાં છતાં પણ શિયાળુ અને ઉનાળુ પાકો લેવા માટે પાણી વિના ખેડૂતો તરસતાં હતા. ઉચ્ચ ઇજનેરી કૌશલ્ય વડે પાણીને લિફ્ટ કરી આ વિસ્તારોની વર્ષો જૂની સિંચાઈની સમસ્યા ઉકેલાશે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments