Homeદે ઘુમા કેIshan Kishan: ઈશાન કિશને તરખાટ મચાવ્યો, 126 બોલમાં ફટકારી બેવડી સદી

Ishan Kishan: ઈશાન કિશને તરખાટ મચાવ્યો, 126 બોલમાં ફટકારી બેવડી સદી

Team Chabuk-Sports Desk: બાંગ્લાદેશ સામેની મેચમાં ઈશાન કિશન (Ishan Kishan)ખૂબ જ તોફાની બેટિંગ કરી રહ્યો છે અને તેને 126 બોલમાં 200 રન ફટકાર્યા છે. જેમાં તેને 22 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા છે. આ જ મેચમાં ઈશાનને તેના આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પહેલી સદી 86 બોલમાં સદી પૂરી કરી હતી.

 ઈન્ડિયા તરફથી બેટિંગ કરવા માટે ઓપનિંગ જોડી તરીકે ઈશાન કિશન અને શિખર ધવન ક્રિઝ પર ઉતર્યા છે. જો કે ભારતીય ટીમ આ બંને ખેલાડીઓ પાસેથી સારી રમતની અપેક્ષા હતી પણ શિખર ધવન માત્ર 3 રન બનાવીનેઆઉટ થયો થઈ ગયો હતો. જો કે એ પછી કિંગ કોહલી ક્રિઝ પર આવ્યા હતા અને હાલ ઇશાન કિશન અને વિરાટ કોહલીએ 250 રન કરતાં વધુની સજેદારી કરી છે.

ટીમ ઈન્ડિયા પ્લેઇંગ 11

શિખર ધવન, ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (સી/સી), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments