Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોડકટ એન્જિનિયરિંગ, ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર તરીકે અદ્યતન સુવિધાઓ સાથે એક લેબ શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે આઇ.બી.એમ-ઇન્ડીયાના મેનેજિંગ ડિરેકટર સંદિપપટેલ અને આઇ.બી.એમ. સોફટવેર લેબના વાઇસ પ્રેસિડેન્ટ ગૌરવ શર્માની ગાંધીનગરમાં યોજાયેલીબેઠક દરમિયાન તેમણે આ જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઇ.બી.એમ.ના આ સેન્ટરની જાહેરાતને આવકારતાં જણાવ્યું કે, ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી જ પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે એફ.ડી.આઇ અને આઇ.ટી સેકટર સહિતના ટેકનોલોજી સેકટરના ઇન્વેસ્ટમેન્ટ માટે એક હેલ્ધી અને ફ્રેન્ડલી વાતાવરણ બન્યું છે

એટલું જ નહિ, ગુજરાતમાં સેકટરલ યુનિવર્સિટીઝની શરૂઆત તથા આઇક્રિયેટ, સ્ટાર્ટઅપ ઇનોવેશનનો વ્યાપ પણ વધ્યો છે અને યુવાઓને અદ્યતન જ્ઞાન-સંશોધન અવસર મળી રહ્યા છે. વિજય રૂપાણીએ આઇ.બી.એમ.ના એમ.ડી.ને એમ પણ જણાવ્યું કે, આ બધાના પરિણામે ગુજરાતમાં સ્કીલ્ડ મેનપાવર અને વિપૂલ ટેલેન્ટપૂલ ઉપલબ્ધ છે તેનો લાભ આઇ.બી.એમ. ને મળશે.
તેમણે કહ્યું કે, ગુજરાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિઝિટલ ઈન્ડિયાના સંકલ્પને સાકાર કરવામાં જે લીડ લીધી છે તેમાં આઇ.બી.એમ.નું આ નવું કાર્યરત થનારૂં સેન્ટર રાજ્યમાં આઇ.ટી, આઇ.ટી.ઇ.એસ સેકટરની સમગ્ર ઇકો સિસ્ટમની કાયાપલટ કરવામાં મહત્વપૂર્ણ બનશે. આ સેન્ટર રાજ્યના યુવાઓ માટે નવા રોજગાર અવસર ઊભા કરશે અને ડિઝીટલ ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વ કક્ષાના કૌશલ્યવર્ધન ક્ષમતાનો પણ રાજ્યમાં વિકાસ થશે તેવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.
આઇ.બી.એમ-ઇન્ડીયાના મેનેજિંગ ડિરેકટર સંદિપ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે આઇ.ટી હબ બનવાની જે દિશા લીધી છે તેની પ્રસંશા કરી હતી. ગુજરાત ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસના નવતર અભિગમ સાથે વિકાસના નવા કિર્તિમાન પ્રસ્થાપિત કરી રહ્યું છે તે સંજોગોમાં આઇ.બી.એમ ગુજરાતના ડિઝિટલ મિશનમાં યોગદાન આપવા ઉત્સુકતા છે એમ પણ સંદિપ પટેલે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની આ બેઠકમાં આઇ.બી.એમ ઈન્ડિયાના એમ.ડી સંદિપ પટેલે જણાવ્યું હતું કે આઇ.બી.એમ. સોફટવેર લેબ વૈશ્વિક કક્ષાના ઇનોવેશન સેન્ટર તરીકે નેકસ્ટ જનરેશન સોફટવેર પોર્ટફોલિયો અને કલાઉડ સર્વિસ પૂરી પાડે છે. આવી સોફટવેર લેબ બેંગાલુરૂ, પૂના, હૈદરાબાદ અને ચેન્નાઇમાં અત્યારે કાર્યરત છે હવે, અમદાવાદમાં પણ તે સ્થાપવાનું આયોજન આઇ.બી.એમ દ્વારા કરવામાં આવ્યું છે.
પ્રોડકટ એન્જિનિયરિંગ અને સોફટવેર મેન્યૂફેકરિંગ સેકટરની વર્લ્ડ બેસ્ટ પ્રેક્ટિસીસ ગુજરાતમાં લાવવાની નેમ આઇ.બી.એમ ઇન્ડિયાના એમ.ડી એ દર્શાવી હતી. વર્લ્ડ કલાસ ટ્રેઇન્ડ મેનપાવર અને સ્કીલ ડેવલપમેન્ટ તથા રોજગાર અવસરમાં વધારો એમ બેવડો લાભ આના પરિણામે ગુજરાતને મળતો થશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
આઇ.બી.એમ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેકટરે ગુજરાતમાં ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં CSR એકટીવીટીમાં પણ આઇ.બી.એમ.ના યોગદાનની તત્પરતા વ્યકત કરી હતી. મુખ્યમંત્રીએ આઇ.બી.એમ-ઇન્ડિયાને અમદાવાદમાં આ સેન્ટર કાર્યરત કરવામાં રાજ્ય સરકારના જરૂરી સહયોગ માટેની ખાતરી પણ બેઠક દરમિયાનન આપી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત