Team Chabuk-Gujarat Desk: કોરોના સામે લડવા માટે હાલમાં વેક્સિન આપવામાં આવી રહી છે. પરંતુ હવે હર્બલ આયુર્વેદિક દવા પણ આવી શકે તેવી સંભાવના વર્તાઈ રહી છે. કોરોના સામે લડવા માટે ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ દ્વારા તૈયાર કરાયેલી હર્બલ આયુર્વેદિક દવાને ICMRએ ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી આપી દીધી છે. જુદા જુદા તબક્કાના પરીક્ષણ બાદ ઇમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક દવાને આખરે ICMR દ્વારા ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે. ઇમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક દવા કોરોના સામે રક્ષણ અને કોરોનાથી બચવાનો શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
કોરોનાની પ્રથમ લહેર વખતે ઇમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક દવાનો વપરાશ, કોરોના સામે રક્ષણ મેળવવા માટે શરૂ કરાયો હતો. ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલ કે જ્યાં કોરોના પોઝિટિવ એસીમટેમેટિક દર્દીઓને રાખવામાં આવ્યા હતા એ દર્દીઓની મંજૂરી લઈને તેમની સાથે મળીને પ્રયોગની શરૂઆત કરાઈ હતી. કોરોના મહામારી સમયે અનેક પોલીસકર્મીઓ, ફ્રન્ટલાઈન વોરિયર્સને પણ ઇમ્યુરાઈઝ દવા આપવામાં આવી હતી.

ધન્વંતરી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી, ત્યાં જોડાયેલા નોન ટીચિંગ સ્ટાફને પણ ઇમ્યુરાઈઝ દવા આપવામાં આવી હતી. ICMR એ ત્રીજા તબક્કાના ટ્રાયલની મંજૂરી આપતા હવે માર્કેટ સુધી આ દવાને પહોંચાડવાની આશા જાગી છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ ઇમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક દવા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી કે જે રાજ્યની સૌથી જૂની સરકારી યુનિવર્સિટી છે. તેમાં વૈશ્વિક સ્તરનું સંશોધન થતા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે ગર્વની ક્ષણ છે.
સરકારી યુનિવર્સિટી હોવાને નાતે સરકારનો સહયોગ અને સંસાધનોની ઉપલબ્ધતાને સફળતાનો શ્રેય જાય છે. ક્લિનિકલ ટ્રાયલ માટે 2500 જેટલા લોકોની સાથે મળીને ઇમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક દવાનો પ્રયોગ કરાયો હતો.
હ્યુમન અને બાયોલોજિકલ એથિકલ કમિટીમાં આ પ્રક્રિયા સ્ક્રીન કરી હતી, આજે 6 મહિનાના અંતે એક સફળ દવાના સ્વરૂપે લોકો વચ્ચે પહોંચવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની કોઈ દવા હજી સુધી શોધાઈ નથી એવામાં વિવિધ દવાઓનો ઉપયોગ કોરોનાથી રક્ષણ મેળવવા માટે કરાઈ રહ્યો છે.

ઇમ્યુરાઈઝ નામની આયુર્વેદિક દવાનો કોરોનાના દર્દીઓ માટે ઉપયોગ સફળ રહેતા હવે ICMR એ ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી આપી છે. ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર ડોકટર રાકેશ રાવલ તથા આયુર્વેદિક ડોક્ટર અક્ષય સેવકની ઇમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક દવા સફળતા તરફ આગળ વધી રહી છે. ઇમ્યુરાઈઝ નામની દવાનું એનિમલ ટેસ્ટિંગ અનેક મહિનાઓ પહેલા સફળતા સાથે પૂર્ણ કરવામાં આવ્યું હતું. દાવો કરવામાં આવ્યો છે કે ઇમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક દવા દર્દીની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. કોરોના એસીમટોમેટિક અને માઈલ્ડ ફીવર હોય તેવા દર્દીઓને દિવસમાં બે ટાઈમ 4 – 4 ટેબ્લેટ લેવાની રહે છે. હાલ ટેબ્લેટ ફોર્મમાં ઉપલબ્ધ ઇમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક દવા સિરફ ફોર્મમાં પણ તૈયાર કરાશે. દર્દીમાં ઘટેલો CBC આ દવાના ઉપયોગથી વધતું હોવાનું સામે આવ્યું છે. આ દવા કેન્સર જેવા રોગમાં આપવામાં આવતી કીમોથેરાપી – રેડિયોથેરાપીની આડઅસરને પણ ઓછી કરે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત