Homeગુર્જર નગરીRathYatra 2023 : કાલે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, અમદાવાદમાં અનેક રસ્તાઓ રહેશે...

RathYatra 2023 : કાલે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, અમદાવાદમાં અનેક રસ્તાઓ રહેશે બંધ, જાણો મહત્વની જાણકારી

Team Chabuk-Gujarat Desk: 20 જૂનને અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા (RathYatra) યોજાવા જઈ રહી છે. જેને લઈને તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. કાલે ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈ અમદાવાદ શહેરમાં ડાયવર્ઝન અપાયા છે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈ તમામ તૈયારી થઈ ચૂકી છે. આ દરમિયાન હવે સુરક્ષાના ભાગરૂપે અમદાવાદના અમુક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ અંગે ગુજરાત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું 19/6/2023 થી 20/06/2023 સુધી અમલમાં રહેશે.

doctor plus

આવતીકાલે અમદાવાદમાં જગન્નાથજીની 146 મી રથયાત્રા નિકળનાર છે. રથયાત્રાને લઈને શહેરમાં રસ્તાઓ પર ડાયવર્ઝન અપાયા છે. જેમાં ખાસ કરીને ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા, જમાલપુર બજાર રસ્તો, રાયખડ ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજાનો રસ્તો, આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલના રસ્તાઓ બંધ રહેશે. જેને લઈ લોકોએ અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો પડશે.

રથયાત્રાને લઈ ડાયવર્ઝવન

ખમાસા ચાર રસ્તા રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
જમાલપુર ચાર રસ્તા બંધ રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
આસ્ટોડિયા દરવાજાનો રસ્તો રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
રાયખડ ચાર રસ્તા પણ રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલનો રસ્તો 4.30 વાગ્યા સુધી બંધ
સાળંગપુર સર્કલ અને સરસપુર સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ
કાલુપુર સર્કલ અને કાલુપુર બ્રિજ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ
પ્રેમ દરવાજા અને દરિયાપુર દરવાજા સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ
દિલ્હી ચકલાનો રસ્તો પણ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ
દિલ્હી ચકલા અને શાહપુર દરવાજા સાંજે 5.30થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
શાહપુર ચકલા અને રંગીલા ચોકી સાંજે 5.30થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
આર.સી હાઇસ્કૂલ અને ઘી કાંટા ચાર રસ્તા સાંજે 5.30થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments