Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં હનીટ્રેપનાં કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. યુવતીઓ પોતાનાં મોજ શોખ પુરા કરવા માટે લોકોને હનીટ્રેપનો શિકાર બનાવી રહી છે. ત્યારે આવો જ એક બનાવ આણંદનાં ઉમરેઠના ડૉક્ટર સાથે બનવા પામ્યો છે. જેમાં અમદાવાદની યુવતી સારવારનાં બહાનાં હેઠળ ઉમરેઠનાં ડૉક્ટરના સાથે પ્રેમભરી વાતો કરી ડૉક્ટરને ફસાવ્યા હોવાની હકીકત સામે આવી રહી છે.
ડૉક્ટરનાં ઘરે કોઈ ન હોવાથી યુવતી ડૉક્ટર સાથે તેમનાં ઘરે પહોંચી હતી. જે બાદ ડૉક્ટર અને યુવતી વાત વાતમાં બેડરૂમ સુધી પહોંચ્યા હતા. ત્યારે અચાનક જ ડૉક્ટરનાં ઘરે 5 યુવકો પહોંચે છે. તે દરમ્યાન યુવતિ ડૉક્ટર પર બળાત્કારનો આરોપ લગાવે છે. અને ડૉક્ટર પાસે યુવતીએ 50 લાખની માંગ કરી હતી.

ઉમરેઠનાં ડૉક્ટરે અમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધવા પામી છે. આ બાબતે પોલીસે ડૉક્ટરની ફરિયાદનાં આધારે હાલ ફરિયાદ નોંધી તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
