Homeગુર્જર નગરીભાવનગર હાઈવે પર ટ્રકની કાળમુખી ટક્કર, પરિવાર ફૂટબોલની જેમ ફંગોળાયો, પિતા-પુત્રનું મોત

ભાવનગર હાઈવે પર ટ્રકની કાળમુખી ટક્કર, પરિવાર ફૂટબોલની જેમ ફંગોળાયો, પિતા-પુત્રનું મોત

Team Chabuk-Gujarat Desk: ભાવનગર હાઇવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં એક પરિવારનો માળો વિંખાયો છે. દુર્ઘટનામાં પિતા-પુત્રનું મોત થયું છે જ્યારે માતા અને પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

પરિવારના તમામ સભ્યો સરધારથી સુરાપુરા દાદાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે અચાનક કાળમુખા ટ્રકે બાઈક સવાર પરિવારને ટક્કર મારી હતી. જેમાં રાજકોટના 33 વર્ષીય હરેશભાઈ લાલજીભાઈ કિયાડા અને 13 વર્ષનો તેમના પુત્ર જયનું મૃત્યુ થયું છે. જ્યારે પત્ની અને પુત્રીનો બચાવ થયો છે.
રાજકોટ ભાવનગર હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

bhavnagar accident

સરધાર સુરાપુરાનાં દર્શન કરીને પરત ફરતી વખતે ખારચિયા પાસે તેમની બાઈકને ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી. જેની અડફેટે બાઇક પર સવાર પરિવાર ફૂટબોલની જેમ રસ્તા ઉપર ફંગોળાયો હતો. 33 વર્ષના હરેશભાઈ લાલજીભાઈ કિયાડા અને 13 વર્ષના તેમના પુત્ર જયનું મૃત્યુ થયું છે.

આ ગોઝારા અકસ્માત બાદ સ્થાનિકોના ટોળા ભેગા થઇ ગયા હતા. આ અંગે સ્થાનિકોએ પોલીસ અને ઇમરજન્સી સેવા 108ને જાણ કરી હતી. જે બાદ પોલીસની ટીમ અને 108 આવી ગયા હતા. ઇજાગ્રસ્ત પુત્રી અને માતાને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments