Homeગુર્જર નગરીજામનગર: શિવરાજપુર બીચ પર પ્રવાસી યુવાન પેરાશૂટમાંથી નીચે પડ્યો

જામનગર: શિવરાજપુર બીચ પર પ્રવાસી યુવાન પેરાશૂટમાંથી નીચે પડ્યો

whatsapp group join link

Team Chabuk-Gujarat Desk: દ્વારકાની નજીક આવેલા શિવરાજપુર બીચને વિકસિત કરવામાં આવ્યા બાદ ત્યાં વિવિધ પ્રકારની એડવેન્ચર પ્રવૃતિઓ થાય છે. જેમાં પેરાશૂટ પણ એક છે. આજ રોજ પેરાશૂટમાંથી એક પ્રવાસી વ્યક્તિ નીચે પડી ગયો હતો. જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી. શિવરાજપુરમાં પેરાશૂટમાંથી યુવાનના નીચે પડી જવાની ઘટનાના કારણે આસપાસના લોકો ભયમાં ગરકાવ થઈ ગયા હતા.

ગઈકાલે રવિવારના રોજ આ યુવાન પેરાશૂટની એડવેન્ચર રાઈડ માણવા માટે તૈયાર થયો હતો. અકસ્માતે પેરાશૂટ હવામાં ફસ્કી જતા પ્રવાસી યુવાન જમીન પર પટકાયો હતો. જોકે દરિયાકાંઠે પડેલા બીજા ટ્રેક્ટરમાં દોરડું ભરાઈ જવાના કારણે યુવાનનો આબાદ બચાવ થયો હતો. બનાવ બન્યા બાદ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે શિવરાજપુર બીચને બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે. એ પછી પ્રવાસીઓનો અહીં ભારે ધસારો જોવા મળે છે. બીચના વિકાસની સાથો સાથે દિવની માફક અહીં પણ રમત ગમતની એક્ટિવીટી વધી છે. જે આકર્ષણનું કેન્દ્ર બનતા બીચ પર માનવમહેરામણ ઉમટી પડે છે. ટેકઓફ સમયે જ આ ઘટના બનતા મોટી દુર્ઘટના ટળી હતી અને યુવાનને સામાન્ય ઈજા પહોંચી હતી. જોકે ભવિષ્યમાં આવો કોઈ બનાવ બને તે પહેલા ચેતી જવું જરૂરી છે.

થોડા મહિનાઓ પહેલા દિવમાં પેરાગ્લાઈડિંગનો આનંદ લઈ રહેલા શિક્ષક દંપત્તિ દોરડું તૂટી જવાના કારણે દરિયામાં ખાબક્યા હતા. જોકે પાણીમાં પડ્યા હોવાથી તેમને કોઈ પ્રકારની ઈજા નહોતી પહોંચી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભરપૂર વાઈરલ થયો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments