Team Chabuk-Gujarat Desk: જામનગરમાં કુંવારી સાળીને તેના બનેવીએ ગર્ભવતી બનાવી દીધાની ઘટના સામે આવી છે. બીમાર પત્નીની સારવાર કરવા માટે સાળી જીજાને ત્યાં આવી હતી. જ્યાં તેની એકલતાનો ફાયદો ઉઠાવી જીજાએ સાળી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને કુંવારી સાળીને ગર્ભવતી બનાવી દીધી હતી.
જામનગરમાં બનેલી આ જધન્ય ઘટનાની સમગ્ર વિગતો એવી છે કે જામનગર શહેરની ભાગોળે આવેલા હાપા રેલવે સ્ટેશન વિસ્તારમાં નવેક મહિના પહેલા પોતાની પત્ની બીમાર હોય જામનગરમાં રહેતી પોતાની સાળીને જીજાએ મદદ માટે બોલાવી હતી.
જ્યાં બનેવીની નજર બગડતા તેણે સાળીને પોતાના હવસનો શિકાર બનાવી હતી. સાળી ગર્ભવતી બની હતી અને હવે તેણે જીજી હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો છે. આમ સાળી કુંવારી માતા બની જતા આ સમગ્ર ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસે આ ઘટનામાં પીડિત સાળી અને તેના બાળકના નમૂના લઈ ડીએનએ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે.
સાળી પર નજર બગાડી તેને કુંવારી એક બાળકની માતા બનાવી દેનારા નપાવટ જીજાની પોલીસે ધરપકડ કરી છે અને જેલ હવાલે કરવામાં આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત