Homeગુર્જર નગરીઅમરેલીઃ તૌકતેએ સર્જેલા વિનાશથી અગરિયાઓ પાયમાલ, મીઠું નહીં રોજી-રોટી ધોવાઈ છે

અમરેલીઃ તૌકતેએ સર્જેલા વિનાશથી અગરિયાઓ પાયમાલ, મીઠું નહીં રોજી-રોટી ધોવાઈ છે

Team Chabuk-Gujarat Desk: અમરેલી જિલ્લાના દરિયા કિનારે ત્રાટકેલા વિનાશક વાવાઝોડાએ  વિસ્તારના મીઠા ઉદ્યોગની  કમર ભાંગી નાખી છે. રાજુલા અને જાફરાબાદ તાલુકાની દરિયાઈ પટ્ટીમાં મીઠું પકવતા અગરિયાઓ હાલ બેહાલ થઈ ગયા છે. એક અંદાજ મુજબ 30 લાખ ટન મીઠું દરિયામાં ધોવાઈ ગયું છે જેથી મીઠું પકવતા લોકોને પણ ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

તૌકતે વાવાઝોડા બાદ રાજુલા અને જાફરાબાદના મોટાભાગના ઉદ્યોગો પડી ભાંગ્યા છે. જેમાં સૌથી મોટી અસર મીઠા ઉદ્યોગને થઈ છે. તૌકતે વાવાઝોડાના કારણે અમરેલી જિલ્લાની હદમાં આવેલો સમુદ્ર પણ ગાંડોતુર બન્યો હતો. તેમજ ભારે પવન પણ ફૂંકાયો હતો. આ સમુદ્ર અને ઝડપી ગતિથી ફૂંકાયેલો પવન અગરિયાઓનું સર્વસ્વ તાણી ગયો છે. અગરિયાઓએ કાળી મજૂરી કરીને તૈયાર કરેલું મીઠું વ્યર્થ જતાં અગરિયાઓ પાયમાલ થયા છે.

રાજુલા અને જાફરાબાદના સમુદ્રી પટ્ટી પાર અંદાજિત 12 હજાર હેકટરમાં મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમાંથી લગભગ 50 ટકા એટલે કે 6 હજાર હેકટરમાં GHCL કંપની મીઠું પકવે છે અને બાકીના 6 હજાર હેકટરમાં અગરિયાઓ મીઠું પકાવીને ગુજરાન ચલાવે છે. વાવાઝોડાની સૌથી મોટી અસર દરિયા કાંઠે આવેલાં મીઠાના અગરો પર થઇ છે પરંતુ હજુ સુધી અહીં એકપણ સરકારી અધિકારી કે કર્મચારી ન ફરક્યા હોવાનો આરોપ અગરિયાઓ લગાવી રહ્યા છે. 

આ મુદ્દે રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે કહ્યું કે, હું લેખિતમાં પણ સરકારને વિનંતી કરીશ કે, આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ પારાવાર મુશ્કેલીઓ છે તો તેમને બહાર કાઢવા માટે સરકાર કોઈ પેકેજ લાવે, એવી કોઈ આર્થિક બાબતો લાવે કે જેથી કરીને અગરિયાઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે અને મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ શકે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments