Team Chabuk-Gujarat Desk: સૌરાષ્ટ્રનાં પેરિસ કહેવાતા જામનગરમાં એક વિચિત્ર કિસ્સાએ આકાર લીધો છે. જામનગરમાં આવેલા અંબર સિનેમા રોડ પર નિયો સ્ક્વેર કોમ્પલેક્સમાં કાપડની દુકાન ચલાવતા એક વેપારીને કેટલાક લોકો ઠગી ગયા હતા. નકલી ચેઈન પકડાવી દઈ ચાર લાખનો ચૂનો ચોંપડી દીધો હતો. હાલ આ ઠગ ત્રિપુટીને શોધવા માટે જામનગર સી ડિવીઝનની પોલીસ આકાશ-પાતાળ એક કરી રહી છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ જામનગર શહેરના સ્ક્વેર કોમ્પેક્સમાં જોધપુર રજવાડું નામની દુકાન છે. આ દુકાન દેવસિંગભાઈ હેમતસિંગભાઈ ભાટી ચલાવે છે. ગઈકાલે તેમની દુકાન પર પંકજરામ મોટારામ, રમેશ મોટારામ તથા એક મહિલા દુકાને આવી હતી. એમણે વેપારીને કહ્યું હતું કે જૂનાગઢમાં મિસ્ત્રી કામ દરમિયાન દિવાલનું ખોદકામ કરતા સોનાની એક કિલોની ચેઈન નીકળી છે. બાદમાં આ ત્રિપુટીએ મંથર ગતિએ ચેઈન વેચવાની વાત કરી હતી અને વેપારીને વિશ્વાસના ઘૂંટડા પીવડાવી બાટલીમાં ઉતારી દીધો હતો. ચેઈન નકલી હતો પણ આ નકલી ચેઈનના આરોપીઓ ચાર લાખ લઈ ગયા હતા.
વેપારી સોનાની ચેઈનની ખરાઈ કરવા માટે ચાંદી બજારમાં ગયા તો ત્યાં તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. તેમને માલુમ પડ્યું હતું કે ચેઈન નકલી છે. તેઓ ફટાફટ દુકાને પહોંચ્યા હતા પણ ગુનો આચરનાર પછી ઊભા થોડા રહે. વેપારીને બાટલીમાં ઉતારી જનારી ત્રિપુટી ત્યાંથી એક બે અને ત્રણ થઈ ગઈ હતી. વેપારીએ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ આ ઘટનાનાં મુખ્ય આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત