Team Chabuk-Gujarat Desk: સુરતના પાંડેસરા વિસ્તારમાં બનેલી ઘટનાએ અજંપાનું વાતાવરણ સર્જી દીધું છે. અહીં મકાનમાલિકની છેડતી કરનારા શખ્સને એક યુવકે ઠપકો આપ્યો હતો અને તેને લાફો મારી મર્યાદામાં રહેવાનું ભાન કરાવ્યું હતું. જોકે આ યુવકને લાફો મારવો ભારે પડી ગયો હતો. છેડતી કરનારા શખ્સે યુવકને ધમકી આપી હતી કે આજે રાત્રે કાં તો તું નહીં અને કાં તો હું નહીં. પહેલા તો આ વાત છેડતીખોર આવેશમાં બોલી ગયો હોય એવી લાગી હતી, પણ રાત્રે જ્યારે ઓટલા પર મિત્ર સાથે યુવક બેઠો હતો ત્યારે જ ચપ્પુના ઉપરા છાપરી સાત ઘા ઝીંકી તેનું કાસળ કાઢી નાખ્યું હતું.
જેની હત્યા થઈ એ યુવક ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો. નામ સાલુ બલડી વર્મા અને ઉંમર 22 વર્ષ. તેના માતા પિતા અને બે ભાઈ વતનમાં રહે છે. અહીં તે કલર ટેક્સ કંપનીમાં કામ કરતો હતો અને પાંડેસરાના જગન્નાથનગરમાં એકલો જ રહેતો હતો.
ઉત્તર પ્રદેશનો જ વતની શિવ બાલક વર્માએ આ સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે, ગુરૂવારની બપોરના રોજ પાડોશમાં રહેતા મકાન માલિકની પત્નીની સોમનાથ ગુપ્તાએ છેડતી કરી હતી. સાલુએ તેને ઠપકો આપ્યો હતો તમાચો માર્યો હતો. સોમનાથે તેને ધમકી આપી હતી કે આજે રાત્રે કાં તું રહીશ કે હું. એ પછી ભોજન કરી જ્યારે સાલુ ઓટલા પર બેઠો હતો ત્યારે તેને મારી નાખવામાં આવ્યો. સોમનાથ બગલમાં ચાકુ સંતાડી આવ્યો હતો. તેણે છરીના સાત કરતા વધારે ઘા ઝીંક્યા હતા. હત્યા નીપજાવ્યા બાદ સોમનાથ ત્યાંથી ભાગી ગયો હતો.
હમ વતની શિવ બાલક વર્માએ છેડતીખોર અને હત્યારા સોમનાથ ગુપ્તા વિશે જણાવ્યું હતું કે, એ દારૂનો બંધાણી હતો. રૂમ માલિકની પત્નીની છેડતી કરતો હતો જેનો સાલુએ જવાબ આપતા તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. પોલીસે હત્યારા સોમનાથની ધરપકડ કરી લીધી હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ સાલુની હત્યાના સમાચાર મળતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
