Homeગુર્જર નગરીજામનગરના જાણીતા હૃદયરોગના નિષ્ણાત ડોક્ટરનું જ હૃદયરોગના હુમલાથી નિધન

જામનગરના જાણીતા હૃદયરોગના નિષ્ણાત ડોક્ટરનું જ હૃદયરોગના હુમલાથી નિધન

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. નાની ઉંમરમાં જ હાર્ટ એટેકના કારણે મોત થઈ રહ્યા છે. ત્યારે જામનગરમાં એક હાર્ટ સ્પેશ્યિાલિસ્ટ ડોક્ટરને જ હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. જામનગરમાં અચરજ પમાડે તેવી ઘટના સામે આવી છે. હૃદયરોગના નિષ્ણાત ડોક્ટરનું જ હૃદયરોગના હુમલાથી મોત થયું છે. ડોક્ટરના નિધનથી સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાયા છે. કેમ કે જે ડોક્ટર લોકોને હૃદય સ્વસ્થ રાખવા માટે સલાહ-સૂચનો અને સારવાર કરતાં હતા તે ડોક્ટરનું જ હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. આ મામલે વધુ તબીબી તપાસ બાદ ડોક્ટરને હાર્ટ એટેક ક્યાં કારણોસર આવ્યો તેની જાણ થશે. હાલ યુવાન ડોક્ટરના નિધનથી સમગ્ર જામનગર પંથક અને પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

doctor plus

વિગતે વાત કરીએ તો મૃતક ડો. ગૌરવ ગાંધી માત્ર જામનગર કે ગુજરાત જ નહીં પરંતુ આંતરાષ્ટ્રીય કક્ષાએ પણ ખ્યાતિ પ્રાપ્ત હૃદયરોગના ડોક્ટર હતા. ડોક્ટરનું નિધન તબીબી જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ડો. ગૌરવ ગાંધી પોતાના ઘરેથી હોસ્પિટલ જવા માટે નીકળ્યા હતા ત્યારે તેમને હૃદયનો હુમલો આવતા નિધન થયું છે. ડોક્ટર પોતે લોકોને હૃદયની તકલીફથી બચવા માટે શું કરવું જોઈએ અને કેવી કાળજી રાખવી જોઈએ તેની સલાહ આપતા હતા એવામાં કોઈએ સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે તેમને પણ હૃદયરોગનો હુમલો આવશે.

ડોક્ટર ગૌરવ ગાંધીના નિધનથી પરિવારને પણ મોટો આઘાત લાગ્યો છે. તેમના નિવાસસ્થાન પર સગા-સંબંધીઓ તથા તેમની સાથે કામ કરનારા ડોક્ટર મિત્રો પણ પહોંચી રહ્યા છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments