Homeગુર્જર નગરીસૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહઃ જામનગરની વિદ્યાર્થિનીને આઠ ગોલ્ડ મેડલ મળ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહઃ જામનગરની વિદ્યાર્થિનીને આઠ ગોલ્ડ મેડલ મળ્યા

Team Chabuk-Gujarat Desk: રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૬મો પદવીદાન સમારોહ યોજાયો હતો. સરકારની કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે યોજાયેલા પદવીદાન સમારોહમાં સૂવર્ણપદક મેળવનાર ૧૪  વિદ્યાશાખાના કુલ ૧૦૭ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મેડિકલમાં અભ્યાસ કરતી જામનગરની એમ. પી.શાહ ગવર્મેન્ટ કોલેજની યશસ્વી વિધાર્થિની ખુશી દેસાઈએ સૌથી વધારે કુલ ૮ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. તેણે એમ.બી.બી.એસ.ના અભ્યાસમાં તમામ વિષયમાં સૌથી વધારે માર્કસ મેળવી અને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જે પૈકી તેમણે મહત્તમ માર્કસ સર્જરી અને મેડિસીન વિષયમાં મેળવ્યા છે.

હાલમાં તેઓએ પોતાનો એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂર્ણ કરીને જામનગર ખાતે જી.જી.હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરી રહ્યા છે. તેમની ઈન્ટર્નશીપ કોરોનાની પ્રથમ લહેરથી શરૂ થઈ હતી જેમાં તેઓએ ડોક્ટર તરીકે પોતાની ફરજ બજાવી હોવાનું જણાવ્યું હતું.

૮ પદક મેળવવા માટેની સફરમાં અને સર્વાધિક ગુણ મેળવવામાં માતા પિતા, શિક્ષકો, પરિવારજનોએ  સહયોગ અને પ્રેરણા પૂરી પાડીને સિદ્ધિ હાંસલ કરવામાં મદદ કરી છે. તે બધાની હું ખુબ ઋણી છું, તેમ ખુશી દેસાઈએ જણાવ્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments