Homeગુર્જર નગરીરાજકોટઃ કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો, જાણો નવા ભાવ

રાજકોટઃ કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો, જાણો નવા ભાવ

Team Chabuk-Gujarat Desk: બજેટમાં સામાન્ય વર્ગ માટે કોઈ ખાસ જાહેરાત કરવામાં નથી આવી ત્યારે બીજી તરફ મોંઘવારી મધ્યમ વર્ગ માટે માથાના દુઃખાવા સમાન બની ગઈ છે. દિવસે ને દિવસે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર પ્રજા માટે મોંઘવારીને લઈને માઠા સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ કપાસિયા તેલના ભાવમાં ફરી ભાવ વધારો ઝીંકવામા આવ્યો છે.

કપાસિયા તેલના ભાવમાં 15 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. આ સાથે જ કપાસિયા તેલના ડબ્બાના નવા ભાવ 2215ની સપાટીએ પહોંચી ગયા છે. કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો થતાં ગૃહિણીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આયાતી પામતેલમાં વધારો થતાં અન્ય સાઈડ તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

રાજકોટમાં કપાસિયા તેલમાં ફરી ડબ્બે 15 રૂપિયાનો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે. આ સાથે કપાસિયા તેલનો ડબ્બો 2215 રૂપિયાએ પહોંચ્યો છે. તેજી બાદ સીંગતેલ 2300ની સપાટી કુદાવ્યા બાદ ભાવ સ્થિર થયા છે. 

મહત્વનું છે કે, નવેમ્બર માસમાં કેન્દ્રે ખાદ્યતેલની બેઝિક ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. નાણા મંત્રાલયના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ તેલ પરનો કૃષિ સેસ ક્રૂડ પામ ઓઈલ માટે 20% થી ઘટાડીને 7.5% અને ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ માટે 5% કરવામાં આવ્યો છે. RBD પામોલીન ઓઈલ, રિફાઈન્ડ સોયાબીન અને રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ પરની મૂળભૂત ડ્યુટી વર્તમાન 32.5% થી ઘટાડીને 17.5% કરવામાં આવી છે.

ઘટાડા પહેલા, તમામ પ્રકારના ક્રૂડ ખાદ્ય તેલ પર કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ 20% હતો. ઘટાડા પછી, ક્રૂડ પામ ઓઈલ પર અસરકારક ડ્યુટી 8.25%, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ પર 5.5% હશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments