Homeગુર્જર નગરીજામનગર: ત્રણ સંતાનો સાથે માતાએ કૂવામાં ઝંપ લાવ્યું, માતા તો બચી ગઈ...

જામનગર: ત્રણ સંતાનો સાથે માતાએ કૂવામાં ઝંપ લાવ્યું, માતા તો બચી ગઈ પણ ત્રણે બાળકો મૃત્યુ પામ્યા

Team Chabuk-Gujarat-Desk: જામનગર જિલ્લાના ધ્રોલ પાસે આવેલા મોરારદાસ ખંભાળિયા ગામમાં એક દુખાંત ઘટના સર્જાય છે. અહીં સૌ પહેલા તો એવું લાગ્યું કે છોકરાઓ કૂવામાં પડી ગયા છે પણ બાદમાં જ્યારે રેસક્યુ કરવામાં આવ્યું ત્યારે આસપાસના લોકો ચોંકી ગયા હતા, કારણ કે ત્રણ સંતાનોની માતા પણ કૂવામાં પડી ગઈ હતી. મેસૂડી બહેન નામની આ પરપ્રાંતિય મહિલા તો બચી ગઈ પણ તેના ત્રણે સંતાનો ન બચી શક્યા. ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

સમગ્ર બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોરારદાસ ખંભાળિયા ગામે રાસંગભાઈની વાડીમાં નરેશભાઈ ભૂરિયાના ત્રણ બાળકો કૂવામાં પડી ગયા હતા. જેથી તેમને બહાર કાઢવા માટે નાસભાગ મચી ગઈ હતી. થોડીવારમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને કોઈએ ફાયર વિભાગને જાણ કરી હતી. બાદમાં પંચકોશીની એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે આવી પૂછપરછ કરતા મોટો ખુલાસો થયો હતો.

વિગત એવી બહાર આવી હતી કે નરેશભાઈના પત્ની મેસૂડીબહેને પહેલા પોતાના ત્રણ સંતાનોને કૂવામાં ધકેલી દીધા હતા અને બાદમાં તે પણ કૂવામાં ખાબકી ગઈ હતી. આ ઘટનામાં મેસૂડી બહેનને બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવતા તેમણે બાળકો રમત રમતમાં પડી ગયાની વાત સામે રાખી હતી. જોકે પોલીસે વધારે પૂછતાછ કરતાં કોઈ અલગ જ કારણ સામે આવ્યું હતું.

પોલીસે પંચનામા સહિતની કામગીરી કરી ત્રણે બાળકોની ડેડબોડીને પોસમોર્ટમ માટે ખસેડી હતી. જોકે માતાએ શા કારણે પોતાની ત્રણે સંતાનોને કૂવામાં ધકેલી દઈ પોતે પણ પડી ગઈ તે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments