Homeગુર્જર નગરીજામકંડોરણામાં પાંચ વર્ષમાં પૈસા ડબલ કરવા ઈચ્છતાઓનું ‘વેલકમ’ કંપનીએ કરી નાખ્યું

જામકંડોરણામાં પાંચ વર્ષમાં પૈસા ડબલ કરવા ઈચ્છતાઓનું ‘વેલકમ’ કંપનીએ કરી નાખ્યું

Team Chabuk-Gujarat Desk: લાલચ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. લાલચના જ પાયા પર ફિર હેરા ફેરી બની છે. એકવીસ દિવસમાં પૈસા ડબલ! લાગે કે આવું ફક્ત ફિલ્મોમાં જ થાય તો તમે ભ્રમમાં છો. વાસ્તવિકતા હંમેશાં નિરાશાજનક હોય છે! રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં પાંચ વર્ષમાં પૈસા ડબલ કરવાની લાલચ આપી રોકાણકારોના લાખો રૂપિયા પચાવી જનારી વેલકમ નામની કંપની વિરૂદ્ધ છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. કુલ વીસ લોકોના પૈસા ગટગટાવી જનારી આ કંપની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ લેતી ન હોય તેવી કોર્ટમાં ફરિયાદ થતા અદાલતના હુકમથી પોલીસે કંપનીના એજન્ટ અને જવાબદારો સામે ગુનો દાખલ કરવાની ફરજ પડી છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર જામકંડોરણા તાલુકાના ઈન્દિરાનગરમાં રહેતા કારીબહેન જીવાભાઈ બગડાએ જામકંડોરણા કોર્ટમાં કરેલી ફરિયાદ પરથી અદાલતે પોલીસને ગુનો દાખલ કરવાનું જણાવતા જામકંડોરણા પોલીસે જામકંડોરણાની ગોકુલધામ સોસાયટીમાં આવેલી વેલકમ રિયલ એસ્ટેટ એન્ડ બિલ્ડકોમ નામની કંપનીના એજન્ટ ચંદુભાઈ મંગાભાઈ મકવાણા અને કંપનીના ચેરમેન, ડિરેક્ટર સહિતનાઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

2011થી વેલકમ નામની કંપનીમાં ફરિયાદીએ પૈસા રોક્યા હતા. એમને આશા હતી કે પાંચ વર્ષમાં પૈસા ડબલ થઈ જશે માટે તેમણે કુલ 33 હજાર રૂપિયાનું રોકાણ કરેલું હતું. અન્ય 19 રોકાણકારો પણ વેલકમ કંપનીના વશમાં આવી ગયા હતા અને તેમણે પણ રોકાણ કર્યું હતું. તેમને આ માટે ફોટોગ્રાફ વાળું એક સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું. અર્થાત્ વેલકમે પાથરેલી લાલ જાજમમાં આ તમામ લોકો ફસાઈ ગયા.

આપેલી મુદ્દતે જ્યારે લોકો પૈસા લેવા માટે ગયા ત્યારે આરોપીઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા અને ઓફિસે તાળા મારી ફરાર થઈ ગયા હતા. જેથી ફરિયાદીઓએ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ફરિયાદો આપી હતી. જોકે કંઈ ન થતા ફરિયાદીઓએ કોર્ટનું શરણું લેવું પડ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments