Homeગુર્જર નગરીજામનગરમાંથી દુર્લભ પ્રજાતિનો આ સાપ મળી આવ્યો, મોં ન દેખાય તો પટ્ટી...

જામનગરમાંથી દુર્લભ પ્રજાતિનો આ સાપ મળી આવ્યો, મોં ન દેખાય તો પટ્ટી જ લાગે

Team Chabuk-Gujarat Desk: જામનગર શહેરના રામપર નજીક આવેલા કારખાનામાં એક દુર્લભ પ્રજાતિનો સાપ મળી આવતા સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ સાપનું ગુજરાતી નામ પટીત રેતીયો સાપ છે જ્યારે તેને અંગ્રેજીમાં ઈન્ડિયન રિબન સ્નેક તરીકે ઓળખવામાં આવે છે. તેનો આકાર જ મોઢું ન દેખાય તો પટ્ટી જેવો હોય છે. જેથી તેનું આ નામ પડ્યું છે.

આ અંગેની માહિતી જામનગર લાખોટા નેચરલ ક્લબના સભ્યોને મળતા તેમણે સાપને પકડી પાડ્યો હતો અને સુરક્ષિત જગ્યાએ છોડી મૂક્યો હતો. તેના શરીરમાં પીળા અને બદામી રંગના વિશિષ્ટ પટ્ટા હતા. આ સાપને જોયા બાદ લોકોમાં ભયનું લખલખું પસાર થઈ ગયું હતું.

મીલના મેનેજરે જ્યારે લાખોટા નેચર ક્લબ સંસ્થાનો સંપર્ક કર્યો તો તેમણે તાત્કાલિક એક યુવાનને સાપને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી સોંપી હતી. આ સમગ્ર મિશન વનવિભાગના સહયોગથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. સાપને અન્યત્રે ખસેડતા કેટલાક લોકોના જીવમાં જીવ આવ્યો હતો.

આ સાપનું વૈજ્ઞાનિક નામ થેમોનોફીસ સૌરીટા છે. આ વૈજ્ઞાનિક નામ આપવાનું શ્રેય કાર્લ લિન્યુઅસને જાય છે. જે એક ઝુલોજીસ્ટ હતા. આ પ્રકારની પ્રજાતિના ચાર અલગ અલગ સાપ આવેલા હોય છે. ઈસ્ટર્ન રિબન સ્નેક, નોર્થન રિબન સ્નેક, સાઉથ અને બ્લ્યુસ્ટ્રીપ રિબન સ્નેકનો સમાવેશ થાય છે. સાપની લંબાઈ 16થી 35 ઈંચની હોય છે. એટલે કે 41થી 89 સેન્ટિમીટર. માદા સાપ નર સાપ કરતા પણ પાતળી હોય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments