Team Chabuk-Sports Desk: પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ લગ્ન કરવા જઈ રહ્યો છે. આવતા વર્ષે તે પોતાનું ઘર માંડશે. બાબર આઝમે પોતાના કાકાની દીકરી સાથે સગાઈ કરી લીધી છે. બાબર આઝમ હાલ પાકિસ્તાન સુપર લીગમાં ભાગ લઈ રહ્યો છે અને તે અબુ ધાબીમાં છે. હાલ તે કોરેન્ટાઈનમાં છે, આ દરમિયાન તેણે સગાઈ કરી લીધી હોવાના સમાચાર સામે આવ્યા છે. બાબર આઝમ આગામી વર્ષે લગ્ન કરશે.
બાબર આઝમ પાકિસ્તાન સુપર લીગમાં કરાચી કિંગ્સ તરફથી રમી રહ્યો છે. લીગની બાકી રહેલી 20 મેચ 9 જૂનથી રમાઈ શકે છે. બાબર આઝમ પોતાની સગાઈના સમાચાર બહાર લાવવા ન હતો માગતો પરંતુ પાકિસ્તાની ચેનલ જિયોના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓને બાબર આઝમની સગાઈની જાણકારી હતી.
"Babar Azam" is already engaged with his cousin & they will marry next year. Now it's confirmed & amazingly all team members already know it. Congratulations @babarazam258
— Muhammad Usama (@MUHAMMA11503327) June 1, 2021
Credit: @geonews_urdu #BabarAzam pic.twitter.com/0swsHWLKM1
તાજેતરમાં જ પાકિસ્તાનના પૂર્વ ટેસ્ટ ટીમના કેપ્ટન અઝહર અલીએ ટ્વિટર પર સવાલ-જવાબ સેશન દરમિયાન બાબર આઝમના લગ્નનો મુદ્દો ઉછાળ્યો હતો. એક ચાહકે અઝહર અલીને પૂછ્યું હતું કે તે બાબર આઝમને શું સલાહ આપવા માંગશે. જેના જવાબમાં અઝહર અલીએ જવાબમાં લખ્યું હતું કે, લગ્ન કરી લે.
Shadi ker lay❤️❤️❤️ @babarazam258 https://t.co/il4Jtqzycv
— Azhar Ali (@AzharAli_) May 30, 2021
બાબર આઝમ પર યૌન શોષણનો આરોપ
પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ પર યૌન શોષણનો આરોપ પણ લાગી ચૂક્યો છે. હમિઝા મુખ્તાર નામની મહિલાએ આરોપ લગાવ્યો હતો કે બાબર આઝમે તેનું યૌન શોષણ કર્યું છે. ગર્ભપાત કરાવ્યો અને તેની સાથે લગ્ન કરવાનો ખોટો વાયદો પણ આપ્યો. પીડિતાએ કહ્યું હતું કે, બાબર અને હું એક જ શાળામાં અભ્યાસ કરતાં હતાં. એક જ મોહલ્લામાં રહેતા હતાં. બાબરે મને પ્રપોઝ કર્યું હતું અને મેં તેનો સ્વીકાર કર્યો હતો. તે વખતે તેણે ક્રિકેટ રમવાનું શરૂ પણ ન હતું કર્યું.
So this lady has made accusations against Babar Azam "he promised to marry me, he got me pregnant, he beat me up, he threatened me and he used me"
— Saj Sadiq (@Saj_PakPassion) November 28, 2020
Video courtesy 24NewsHD pic.twitter.com/PTkvdM4WW2
ક્રિકેટર તરીકેની સફર
26 વર્ષનો બાબર આઝમ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો દિગ્ગજ બેટ્સમેન છે. બાબર આઝમે અત્યાર સુધી 31 ટેસ્ટ, 85 વન-ડે અને 58 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 43.02ની સરેરાશથી 2194 રન બનાવ્યા છે. વન-ડેમાં 55.85ની સરેરાશથી 4077 રન અને ટી-20માં 48.18ની સરેરાશથી 2168 રન બનાવ્યા છે. બાબર આઝમની તુલના વારંવાર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે. બાબર આઝમ અને વિરાટ કોહલીની બેટિંગ ટેક્નિકની પણ ઘણી વખત સરખામણી થાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત