Team Chabuk-Gujarat Desk: ગુજરાતના છોટી કાશી તરીકે જાણીતા જામનગરમાં આવેલા બાલા હનુમાનજીના મંદિરે અખંડ રામધુન માટે જાણીતું છે. બાલા હનુમાનજી મંદિરમાં આજે તા.30 જાન્યુઆરીના રોજ અખંડ રામધૂનના 21 હજાર દિવસ પૂર્ણ કર્યા છે. બાલા હનુમાન મંદિર કેમ જાણીતું બન્યું ચાલો જાણીએ.
કોણે અખંડ રામધૂન શરૂ કરી?
જામનગર શહેરના મધ્યમાં આવેલા રણમલ તળાવના કિનારે બાલા હનુમાનજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિરમાં પ્રેમ ભિક્ષુજી મહારાજે ‘શ્રી રામ, જય રામ, જય જય રામ’ ના નાદ સાથે અખંડ રામધુનની શરૂઆત કરાવી હતી.
ક્યારેથી શરૂ થઈ અખંડ રામધુન?
બલા હનુમાનજી મંદિરમાં 1 ઓગષ્ટ, 1964ના રોજ અખંડ રામધુનની શરૂઆત કરાઈ હતી. રામધુનની શરૂઆતને આજે 21 હજાર દિવસ પૂર્ણ થયા છે.
ગીનીસ બુકે પણ નોંધ લીધી
જામનગરના બાલા હનુમાનજી મંદિરમાં ખાતે અવિરત ચાલતી અખંડ રામધુનને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. ગમે તેવી ઋતુ હોય, ભુકંપ, પુર, વાવાઝોડા જેવી આફતોમાં પણ હનુમાનજીના ભક્તોએ રામધુનને અવિરત રીતે ચાલુ રાખી છે. આ મંદિરની વિશિષ્ટ પ્રવૃત્તિઓને લીધે જ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે વખત આ મંદિરનો ગૌરવભેર ઉલ્લેખ થયો છે.
અન્ય સ્થાને પણ શરૂ કરવી રામધૂન
પ્રેમ ભિક્ષુ મહારાજશ્રીએ સમગ્ર ગુજરાતમાં સંકીર્તન મહાયજ્ઞો કર્યા હતા. જેના પ્રતાપથી જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને મહુવામાં અખંડ નામ સંકીર્તન ચાલે છે. પ્રેમ ભિક્ષુજી મહારાજે જામનગરને પોતાની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવી તેમણે સમગ્ર ગુજરાતમાં રામનામનો પ્રચાર કર્યો.
કેટલા રામ મંત્રો ગવાયા હશે?
બાલા હનુમાનજી મંદિરમાં કેટલા રામ નામ બોલાયા હશે તેનો અંદાજ જાણકારોએ કાઢ્યો છે. સામાન્ય રીતે એક મિનિટમાં ર૦ થી રપ મંત્રોનું ગાન થાય છે. આપણે ઓછામાં ઓછા ર૦ મંત્રો ગણીએ તો એક કલાકમાં ૬૦૦ મંત્રો ગવાય. એક દિવસમાં ર૪ કલાક ×૬૦૦ = ૧૪,૪૦૦ મંત્ર થાય. આ હિસાબે એકવીસ હજાર દિવસમાં 30.24 કરોડ મંત્રો ગવાયા હોય
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
