Team Chabuk-Sports Desk: સ્પેનના ટેનિસ સુપરસ્ટાર રાફેલ નડાલે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં ડેનિલ મેદવેદેવને હરાવી પુરુષ સિંગલ વર્ગમાં ખિતાબ જીતી લીધો છે. વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમમાં 35 વર્ષીય નડાલે મેદવેદેવને 2-6, 6-7, 6-4, 6-4, 7-5ના અંતરથી હરાવી કારકિર્દીનું 21મું ગ્રાન્ડ સ્લેમ જીતી લીધું હતું. આ સાથે જ નડાલ સર્વાધિક ગ્રાન્ડ સ્લેમ જીતનારો ખેલાડી બની ચૂક્યો છે. જોકોવિચ અને ફેડરરે 20-20 ગ્રાન્ડસ્લેમ જીત્યા છે. બીજી તરફ મેદવેદેવ કારકિર્દીનું બીજું ગ્રાન્ડસ્લેમ જીતવાથી ચૂકી ગયો છે.
નડાલ પાસે મેદવેદેવને આપવા કોઈ જવાબ નહોતો
ફાઈનલ મેચમાં રશિયાના મેદવેદેવે શાનદાર શરૂઆત કરી હતી. તેણે નડાલને 6-2ના અંતરથી હરાવ્યો હતો. સેમીફાઈનલમાં જબરદસ્ત જીત પ્રાપ્ત કર્યાં બાદ ફાઈનલમાં પણ મેદવેદેવનો જલવો બરકરાર હતો અને તે લયમાં દેખાઈ રહ્યો હતો. તેણે પ્રથમ સેટમાં નડાલ કરતા ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું. મેચની આરંભમાં નડાલની પાસે મેદવેદેવની એક પણ સર્વિસનો જવાબ નહોતો.
બીજો સેટ સંઘર્ષમય રહ્યો
પ્રથમ સેટ સરળતાથી પોતાના નામે કરી લેનારા મેદવેદેવને બીજા સેટમાં જીત પ્રાપ્ત કરવા માટે અથાગ સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. આ સેટમાં નડાલની શરૂઆત શાનદાર રહી હતી અને મેદવેદેવથી આગળ નીકળી ગયો હતો. જોકે બાદમાં રશિયન ખેલાડીએ શાનદાર પુનરાગમન કરતા 6-6ની બરાબરી પર રમતને લાવીને રાખી દીધી હતી. અંતિમ સમયમાં શાનદાર પ્રદર્શન દર્શાવતા બીજો સેટ 7.7-6.5થી પોતાના નામે કરી લીધો હતો.
ત્રીજા સેટ પછી મેદવેદેવ મેચમાં પરત ન ફરી શક્યો
શરૂઆતના બે સેટમાં મેદવેદેવ પાસેથી જડબાતોડ જવાબ મળ્યા બાદ નડાલે મેચમાં પુનરાગમન કર્યું હતું. તેણે ત્રીજા સેટમાં મેદવેદેવને 6-4થી હરાવ્યો હતો. ત્રીજા સેટ પછી નડાલે મેદવેદેવને પરત ફરવાની તક નહોતી આપી. નડાલે પોતાના પૂરા અનુભવને રમતમાં લગાવતા મેદવેદેવને ધોળા દિવસે તારા દેખાડી દીધા હતા. નડાલ માટે આ પ્રથમ વખત નહોતું. પોતાની કારકિર્દીમાં અગાઉ ત્રણ વખત બે સેટ હારી ગયા બાદ તે મેચમાં પરત ફરી ચૂક્યો છે અને જીત હાંસિલ કરી છે. આ ચોથી વખત હતું. ચોથા સેટમાં નડાલે 6-4થી મેચમાં પકડ જમાવી લીધી અને હવે અંતિમ પાંચમા સેટમાં મેચનું પરિણામ આવવાનું હતું. અંતિમ સેટમાં મેદવેદેવ નડાલના અનુભવની સામે ધ્વંસ થઈ ગયો. નડાલે 7-5થી આ સેટ પોતાના નામે કરી લીધો અને 21મી વખત ગ્રાન્ડ સ્લેમ જીત્યું.
મેદવેદેવે જોકોવિચનો કિર્તીમાન તોડ્યો
ગત વર્ષે યુએસ ઓપન ફાઈનલમાં જોકોવિચનો સામનો મેદવેદેવ સામે થયો હતો. જોકોવિચ આ મેચ જીતી સર્વાધિક ગ્રાન્ડસ્લેમ વિજેતા ટેનિસ પ્લેયર બનવાનું ખ્વાબ સજાવી બેઠો હતો. જોકે તેના સ્વપ્નની આડે મેદવેદેવ આવી ગયો હતો. મેદવેદેવે યુએસ ઓપનમાં કરિયરનું પ્રથમ મોટું ગ્રાન્ડ સ્લેમ જીત્યું હતું. ટેનિસ વિવેચકો કહી રહ્યા હતા કે મેદવેદેવના પ્રવેશથી જોકોવિચના લાંબા સમયથી ચાલતા એકચક્રિય શાસનનો અંત આવશે.
2019ની ફાઈનલમાં પણ થઈ હતી ટક્કર
મેદવેદેવ અને નડાલની વચ્ચે અત્યાર સુધીમાં પાંચ વખત ટક્કર થઈ ચૂકી છે. જેમાંથી ચાર નડાલે અને એક મેદવેદેવએ જીતી છે. નડાલની ચાર જીતમાંથી એક 2019ની યુએસ ઓપનની ફાઈનલ પણ હતી. 2019ના યુએસ ઓપનમાં મેદવેદેવે પ્રથમ બે સેટમાં પરાજયનો સામનો કર્યા બાદ પુનરાગમન કર્યું હતું. પણ પાંચમા સેટમાં તે હારી ગયો હતો.
ઓસ્ટ્રેલિયન ઓપનના વિજેતા
| ક્રમ | વર્ગ | ખેલાડી |
| 1 | પુરુષ સિંગલ | રાફેલ નડાલ |
| 2 | મહિલા સિંગલ | એશ્લે બાર્ટી |
| 3 | પુરુષ ડબલ | કિર્ગિયોસ અને કોકિનાકિસ |
| 4 | મહિલા ડબલ | બારબોરા અને કટરીના |
| 5 | મિશ્ચિત ડબલ | ક્રિસ્ટિયાના અને ઈવાન |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
