Team Chabuk-Entertainment Desk: ઇલિયાના ડિક્રૂઝ (ileana dcruz) તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. ફિલ્મો ઉપરાંત અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. આ વચ્ચે એક્ટ્રેસે પોતાને લઇને કંઇક એવી એનાઉન્સમેન્ટ કરી છે કે લોકો ચોંકી ઉઠ્યા છે. જણાવી દઇએ કે ઇલિયાના જલ્દી જ મા બનાવાની છે. એક્ટ્રેસે પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સ સાથે ગુડ ન્યૂઝ શેર કર્યા છે. આ સાથે જ ફેન્સ પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે.

ઇલિયાનાએ સોશિયલ મીડિયા હેન્ડલ પર બે ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. બંને ફોટા બ્લેક એન્ડ વ્હાઇટ છે. પહેલી તસવીર બાળકના આઉટફિટની છે જેના પર લખ્યું છે, ‘Adventure has begun’. જ્યારે બીજી તસવીર પેન્ડન્ટની છે જેના પર ‘Mumma’ લખેલું છે. આ ખૂબ જ સુંદર તસવીરો શેર કરતી વખતે, એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું, ‘કમિંગ સૂન, લિટલ ડાર્લિંગ, હું તને મળવા માટે આતુર છું.’

ઇલિયાના પરણિત નથી, તેથી લોકો તેને બાળકના પિતા વિશે પ્રશ્નો પૂછતા જોવા મળે છે. ઇલિયાના ડીક્રુઝની પોસ્ટ પર રિએક્શન આપતા એક યુઝરે લખ્યું, ‘તમે લગ્ન ક્યારે કર્યા?’ બીજાએ લખ્યું, ‘બાળકનો પિતા કોણ છે?’ અહીં આ તસવીરો સામે આવતા જ એક્ટ્રેસને ઢગલાબંધ શુભેચ્છાઓ મળવા લાગી છે. ફેન્સ તેની ફેવરિટ સ્ટારને અનેક શુભેચ્છાઓ આપી રહ્યા છે.

એટલું જ નહીં ઇલિયાનાની માતા સમીરા ડીક્રુઝે પણ પોતાના ગ્રાન્ડ ચિલ્ડ્રનના આગમનના સમાચાર પર ખુશી વ્યક્ત કરી છે. ઇલિયાનાના ફોટા પર કોમેન્ટ કરતા સમીરા ડીક્રુઝે લખ્યું, ‘આ દુનિયામાં જલ્દી તારુ સ્વાગત છે માય ન્યૂ ગ્રાન્ડ બેબી, તને મળવા માટે આતુર છું.’

તમને જણાવી દઈએ કે ઇલિયાના વિશે એવા રિપોર્ટ્સ હતા કે તે કેટરિના કૈફના (Katrina Kaif) કઝીન અને મોડલ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલને ડેટ કરી રહી છે. ગયા વર્ષે, જ્યારે કેટરિના કૈફ અને વિકી કૌશલ વેકેશન માટે માલદીવ ગયા હતા, ત્યારે સેબેસ્ટિયન અને ઇલિયાના પણ તેમની સાથે હતા. ત્યારથી, તેમના અફેરના સમાચાર ચર્ચામાં છે. જો કે, એક્ટ્રેસ તરફથી આ રિપોર્ટ્સને લઈને કોઈપણ પ્રકારનું રિએક્શન સામે આવ્યું નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
