Homeગુર્જર નગરીમોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાઃ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ પરિવાર સાથે ઘર...

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાઃ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ પરિવાર સાથે ઘર છોડી ચાલ્યા ગયા

Team Chabuk-Gujarat Desk: મોરબીમાં ગઈકાલનો દિવસ ગોઝારો સાબિત થયો છે. વધુ એક વખત મચ્છુ નદીમાં અનેક જીવ હોમાય ગયા છે. મચ્છુ જળ હોનારતની યાદ ફરીથી તાજી થઈ ગઈ છે. ત્યારે આ દુર્ઘટના મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. હાલ આ ઝૂલતા પુલના સંચાલનની જવાબદારી મોરબીની જાણીતી ઓરેવા કંપની પાસે હતી. ત્યારે સામે આવ્યું છે કે, ઓરેવા કંપની દ્વારા આ પુલના એગ્રિમેન્ટ વિરુદ્ધ મુલાકાતીઓ પાસેથી ટિકિટના રૂપિયા લેવામાં આવતાં હતા. એગ્રિમેન્ટમાં વર્ષ 2022-23 સુધી સામાન્ય વ્યક્તિ પાસેથી ટિકિટ પેટે 15 રૂપિયા વસુલવાની એગ્રિમેન્ટમાં બાહેંધરી આપવામાં આવી છે. જ્યારે કંપની દ્વારા 17 રૂપિયા પ્રતિ વ્યક્તિ એક ટિકિટના વસુલવામાં આવતા હતા.

આમ ઓરેવા કંપનીએ એગ્રિમેન્ટ વિરુદ્ધ જઈને રૂપિયા ઉઘરાવીને છડેચોક નિયમોનો ઉલાળિયો કર્યો છે.  ઓરેવા કંપની દ્વારા સામાન્ય વ્યકિત પાસેથી 15 રૂપિયાની જગ્યાએ 17 રૂપિયા અને  12 વર્ષથી નીચેના મુલાકાતીઓ માટે 10 રૂપિયાની જગ્યાએ 12 રૂપિયા લેવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.

સાથે જ એવી પણ માહિતી મળી રહી છે કે, સમગ્ર ઘટનાક્રમ બનતા જ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ (jaysukh patel) ભુગર્ભમાં ઉતરી ગયા છે. સમગ્ર દુર્ઘટના મામલે જયસુખ પટેલનું એક પણ નિવેદન સામે આવ્યું નથી. તેઓ મૌન બની ગયા છે. હાલ જયસુખ પટેલ પરિવાર સાથે ઘર છોડીને ચાલ્યા ગયા હોવાની પણ માહિતી મળી છે. તેઓના ઘરે રહેલા સિક્યુરિટી ગાર્ડને પણ ખબર નથી કે જયસુખ પટેલ પરિવાર સાથે ક્યાં ગયા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments